10 September, 2025 08:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટૉસ દરમ્યાન હૉન્ગકૉન્ગના કૅપ્ટન યાસિમ મુર્તઝા સાથે અફઘાની કૅપ્ટન રાશિદ ખાન.
ગઈ કાલે અબુ ધાબીમાં શેખ ઝાયેદ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને હૉન્ગકૉન્ગની મૅચથી T20 એશિયા કપ 2025ની શરૂઆત થઈ હતી. અફઘાનિસ્તાનના કૅપ્ટન રાશિદ ખાને ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનું પસંદ કર્યું હતું. સૌથી મોટી એશિયન ક્રિકેટ ટુર્નામેન્ટની ઓપનિંગ મૅચ દરમ્યાન સ્ટેડિયમ ખાલીખમ જોવા મળ્યું હતું. મ્યુઝિક કે ડાન્સવાળી કોઈ રસપ્રદ ઓપનિંગ-સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું નહોતું.