Asia Cup: ફાઈનલ પહેલા ભારતને ઝટકો, ઇજાને કારણે આ ખેલાડી થશે બહાર?

16 September, 2023 01:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Asia Cup 2023 Final: એક રિપૉર્ટ પ્રમાણે ટીમ ઈન્ડિયાનો ખેલાડી અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થઈ ગયો છે અને તે એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાંથી બહાર થઈ શકે છે.

અક્ષર પટેલ (ફાઈલ તસવીર)

Asia Cup Final: એક રિપૉર્ટ પ્રમાણે ટીમ ઈન્ડિયાનો ખેલાડી અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થઈ ગયો છે અને તે એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાંથી બહાર થઈ શકે છે.

Asia Cup Final: એશિયા કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમવામાં આવશે. આ પહેલા ભારતીય ચાહકો માટે એક માઠા સમાચાર છે. એક રિપૉર્ટ પ્રમાણે અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થઈ ગયો છે અને તે ફાઈનલમાંથી બહાર થઈ શકે છે. ભારતને તાજેતરમાં જ બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં અક્ષર પટેલે 42 રન્સ ફટકાર્યા હતા. અક્ષરની ગેરહાજરીમાં વૉશિંગટન સુંદરને તક આપવામાં આવી શકે છે.

ક્રિકબઝના એક રિપૉર્ટ પ્રમાણે અક્ષર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચની છેલ્લી સુપર ફોર મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. જો કે તેની ઈજા ગંભીર નથી. અક્ષર બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત માટે સારી ઈનિંગ રમ્યો. જો કે તે ટીમ ઈન્ડિયાને જીત અપાવી શક્યો નહીં. અક્ષરે માત્ર 34 બૉલમાં 42 રન્સ કર્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા. સાથે જ અક્ષરે 9 ઓવરમાં 47 રન આપીને એક વિકેટ પણ લીધી હતી.

એશિયા કપ 2023ની છેલ્લી સુપર ફોર મેચમાં ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે આ મેચ દ્વારા તેની બેન્ચ સ્ટ્રેન્થની કસોટી કરી હતી. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો. તેની ગેરહાજરીમાં તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ ભારતીય ટીમ આ મેચ જીતી શકી ન હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 265 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ખેલાડીઓ માત્ર 259 રન જ બનાવી શક્યા હતા.

અક્ષરના કારણે ટીમ ઈન્ડિયા વોશિંગ્ટન સુંદરને તક આપી શકે છે. સુંદર એશિયન ગેમ્સ 2023 માટે ટીમ ઈન્ડિયાનો ભાગ છે અને હાલમાં બેંગ્લોરમાં છે. સુંદરને કોલંબોમાં બોલાવવામાં આવી શકે છે. તેણે ભારત માટે અત્યાર સુધી રમાયેલી 16 ODI મેચોમાં 16 વિકેટ લીધી છે અને 233 રન બનાવ્યા છે. સુંદરે 4 ટેસ્ટ મેચ પણ રમી છે.

Asia Cup 2023 Final: એશિયા કપ 2023ની ફાઈનલ મેચ પહેલા સ્ટાર ઓલરાઉન્ડરે ટીમ ઈન્ડિયાના કેમ્પમાં એન્ટ્રી કરી લીધી છે. હકીકતે, બાંગ્લાદેશ સામે 42 રનની શાનદાર ઇનિંગ રમનાર અક્ષર પટેલ ઇજાગ્રસ્ત છે અને તેના માટે ટાઇટલ મેચમાં રમવું ઘણું મુશ્કેલ લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં વોશિંગ્ટન સુંદરને તેના બેકઅપ તરીકે શ્રીલંકા બોલાવવામાં આવ્યો છે.

axar patel asia cup team india bangladesh sri lanka colombo cricket news sports sports news