12 November, 2025 12:18 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
યંગ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ નવી મર્સિડીઝ જી-વૅગન કાર ખરીદીને સોશ્યલ મીડિયા પર છવાઈ ગયો છે. ત્રણથી ચાર કરોડ રૂપિયાની આ કાર સાથે તેણે શાનદાર ફોટોશૂટ કરાવ્યું હતું. મધ્ય પ્રદેશમાં જન્મેલાે આ પંજાબી ક્રિકેટર પોતાના ઘરની બહાર નવીનક્કોર કાર પાર્ક કરીને એના પર બેસીને ગર્વથી ફોટો પડાવતો જોવા મળ્યો હતો. આ દરમ્યાન તેનાં મમ્મી-પપ્પા સહિત ફૅમિલીના સભ્યો હાજર રહ્યા હતા. ૨૬ વર્ષનો અર્શદીપ સિંહ ભારતનો નંબર વન T20 બોલર છે.