10 August, 2026 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિંક્ય રહાણે
ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન અજિંક્ય રહાણેએ યશસ્વી જાયસવાલ સાથે જોડાયેલા એક કિસ્સાનો ખુલાસો કર્યો છે. ૨૦૨૨માં યશસ્વી જાયસવાલ પર ૪ મૅચનો પ્રતિબંધ લાગવાનો હતો, પરંતુ અજિંક્ય રહાણેને કારણે બચી ગયો હતો.
અજિંક્ય રહાણે કહે છે કે ‘દુલીપ ટ્રોફી 2022ની ફાઇનલ મૅચમાં ગેરવર્તનને કારણે યશસ્વી જાયસવાલ પર ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ૪ મૅચનો પ્રતિબંધ લાગી શક્યો હોત. વેસ્ટ ઝોન તરફથી રમતા સમયે તે સાઉથ ઝોનના ખેલાડી રવિ તેજાને સ્લેજ કરી રહ્યો હતો. મેં ફીલ્ડિંગ પરથી તેને દૂર કરીને મેદાનની બહાર મોકલી દીધો હતો. મૅચ-રેફરી ૪ મૅચનો પ્રતિબંધ લાદવા તૈયાર હતા. જોકે મારા એ નિર્ણયને લીધે રેફરીએ એ નિર્ણય માંડી વાળ્યો હતો.’