રંગભેદના વિવાદ પર રહાણેની ચોખવટ આ કૃત્ય અસ્વીકાર્ય અને નિરાશાજનક

12 January, 2021 07:48 AM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

રંગભેદના વિવાદ પર રહાણેની ચોખવટ આ કૃત્ય અસ્વીકાર્ય અને નિરાશાજનક

ટિમ પેઇન

ઇન્ડિયા-ઑસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મૅચ ભલે ડ્રૉ થઈ હોય, પણ આ મૅચ દરમ્યાન ગાજેલો રંગભેદનો મુદ્દો સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો છે. મૅચ પત્યા બાદ ઇન્ડિયન કૅપ્ટન અજિંક્ય રહાણેએ ચોખવટ કરી હતી કે આ કૃત્ય અસ્વીકાર્ય અને નિરાશાજનક છે. ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ટિમ પેઇને પણ આ વાતમાં ટીમ ઇન્ડિયાને ટેકો આપ્યો હતો.

મૅચ પછીની પ્રેસ-કૉન્ફરન્સમાં રંગભેદના મુદ્દે વાત કરતાં અજિંક્ય રહાણેએ કહ્યું કે ‘અમે ફરિયાદ નોંધાવી છે અને મેં મૅચ-રેફરી તથા અમ્પાયરને પણ આ ઘટનાની જાણ કરી છે. જે થયું એ અસ્વીકાર્ય છે અને અમે એનાથી ઘણા નિરાશ છીએ.’

સામા પક્ષે ટિમ પેઇને અજિંક્ય રહાણેના સૂરમાં સૂર પુરાવતાં ટીમ ઇન્ડિયાને ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે ‘મારા ખ્યાલથી આ ઘણું નિરાશાજનક છે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયા અને ઑસ્ટ્રેલિયન ટીમ કોઈ પણ પ્રકારની રંગભેદની ઘટનાને ટેકો નથી આપતી. હું માત્ર એટલું સુનિશ્ચિત કરવા માગું છું કે આ બાબતમાં અમે ઇન્ડિયન ટીમના પડખે છીએ. જે પ્રમાણે મેં કહ્યું કે અમારામાંનું કોઈ પણ દોષીઓને માફ નહીં કરે, કેમ કે જ્યારે મહેમાન ટીમ ઑસ્ટ્રેલિયા આવી ત્યારે આ ઘટના બની જે ઘણી નિરાશાજનક કહેવાય અને અમે ઇચ્છીએ છીએ કે આવું અટકે. ભારતીય પ્લેયરો નિશ્ચિંત રહે, કેમ કે અમે તેમની સાથે છીએ અને તેમને આ બાબતે ટેકો આપીએ છીએ.’

sports sports news cricket news ajinkya rahane