20 September, 2022 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૨૦૦૬માં રિકી પૉન્ટિગે સ્ટેજ પર શરદ પવાર સાથે ખરાબ વર્તન કર્યું હતું
ફુટબોલર સુનીલ છેત્રી સાથેના રવિવારના બનાવથી વિપરીત કહેવાય એવી એક ઘટના ૨૦૦૬માં ભારતમાં બની હતી. ઑસ્ટ્રેલિયાનો કૅપ્ટન રિકી પૉન્ટિંગ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા થયા પછી ટ્રોફી સ્વીકારવા માટે ટીમ સાથે સ્ટેજ પર ગયો હતો ત્યારે તેણે મુખ્ય અતિથિ અને એ સમયના બીસીસીઆઇના પ્રમુખ શરદ પવાર સાથે ખરાબ વર્તન કર્યું હતું.
પવાર હજી તો પૉન્ટિંગને ટ્રોફી એનાયત કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે પૉન્ટિંગે પવારના ખભા પર હાથ મારીને પોતાને જલદી ટ્રોફી એનાયત કરી દેવા હાથથી ઇશારો કર્યો હતો. જોકે તરત જ પવારે તેને ટ્રોફી સ્વીકારવા માટે (કૅપ્ટનને શોભે એ રીતે) સ્ટેજ પર વચ્ચે આવવાનું કહીને તેને ઇશારામાં જડબાતોડ જવાબ આપ્યો હતો. જોકે પછીથી પૉન્ટિંગે પવારને સ્ટેજ પરથી નીચે જતા રહેવાનું કહીને તેમને હડસેલ્યા હતા. એ ઘટના બદલ સમગ્ર ક્રિકેટજગતમાં પૉન્ટિંગની ખૂબ ટીકા થઈ હતી.