16 August, 2025 07:13 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
બાસિત અલી
વેસ્ટ ઇન્ડીઝ સામે ૩૪ વર્ષ બાદ વન-ડે સિરીઝ હારનાર પાકિસ્તાનની ક્રિકેટ-ટીમને પોતાના જ દેશના ક્રિકેટ-નિષ્ણાતો તરફથી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. સિરીઝમાં શરમજનક હાર બાદ એક યુટ્યુબ ચૅનલ પર ચર્ચા દરમ્યાન પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર બાસિત અલીએ મોટું નિવેદન કર્યું છે.
સૌથી ખરાબ ફૉર્મમાંથી પસાર થઈ રહેલી કૅરિબિયન ટીમ સામે પાકિસ્તાનીઓને હારતા જોઈને બાસિત અલીએ કહ્યું, ‘હું પ્રાર્થના કરું છું કે ભારત એશિયા કપમાં પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કરે, જેમ તેમણે વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સમાં કર્યું હતું. ઇન્ડિયા હમે ઇતની બુરી તરહ મારેગા કિ આપ સોચ ભી નહીં સકતે. જ્યારે આપણે ભારત સામે હારીએ છીએ ત્યારે દેશમાં બધા પાગલ થઈ જાય છે.’
UAEમાં આયોજિત T20 એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે.