12 August, 2026 06:20 PM IST | Kabul | Gujarati Mid-day Correspondent
ઑલરાઉન્ડર રાશિદ ખાન ત્રણ વિકેટ અને ૩૭ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
યજમાન આયરલૅન્ડ સામેની પાંચ વન-ડે મૅચની સિરીઝમાં અફઘાનિસ્તાને ૨-૦થી લીડ મેળવી છે. પહેલી મૅચ વરસાદમાં ધોવાયા બાદ અફઘાન ટીમે સતત બે વન-ડે મૅચ જીતીને સિરીઝ પર કબજો કર્યો છે. આજે ચોથી વન-ડે અને ૧૫ ઑગસ્ટે પાંચમી વન-ડે મૅચ રમાશે.
બીજી વન-ડે મૅચમાં આયરલૅન્ડે એક પણ વ્યક્તિગત ફિફ્ટી વગર ૪૬.૩ ઓવરમાં ૨૦૬ રન કર્યા હતા. જવાબમાં ઓપનર રહમાનુલ્લાહ ગુરબાઝના ૭૭ બૉલમાં ૭૧ રનની મદદથી અફઘાનિસ્તાને ૪૪.૫ ઓવરમાં ૨૦૭/૭નો સ્કોર કરીને ત્રણ વિકેટે જીત નોંધાવી હતી. સ્પિન ઑલરાઉન્ડર રાશિદ ખાન ત્રણ વિકેટ લઈને ૪૩ બૉલમાં અણનમ ૩૭ રન કરવા બદલ પ્લેયર ઑફ ધ મૅચ પણ બન્યો હતો.
આ જીતથી અફઘાનિસ્તાને આગામી વર્ષે યોજાનાર વર્લ્ડ કપમાં સ્થાન એકદમ પાકુ કરી લીધું છે. ૨૦૦૭ અને ૨૦૧૧માં વર્લ્ડ કપ માટે અફઘાની ટીમ ક્વૉલિફાય થઈ નહોતી, જોકે છેલ્લા ત્રણેય વન-ડે વર્લ્ડ કપની આ ટીમ મુખ્ય ટુર્નામેન્ટમાં રમીને શાનદાર પ્રદર્શન કરી રહી છે.