08 July, 2026 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિષેક શર્મા
ભારતીય ક્રિકેટર અભિષેક શર્માએ દિલ્હી હાઈ કોર્ટમાં પોતાના પર્સનાલિટી રાઇટ્સના રક્ષણ માટે અરજી દાખલ કરી છે. પચીસ વર્ષના અભિષેક શર્માએ આરોપ લગાવ્યો છે કે તેના નામ, ફોટો અને દેખાવનો ઉપયોગ તેની સંમતિ વિના AI-જનરેટેડ કન્ટેન્ટ અને અન્ય ઑનલાઇન પોસ્ટમાં કરવામાં આવ્યાં છે.
સુનાવણી દરમ્યાન કોર્ટે નોંધ્યું હતું કે આવા ડિજિટલ વિવાદોમાં ઘણી વાર વ્યક્તિત્વ-અધિકારો અને બદનક્ષી બન્નેનો સમાવેશ થાય છે. અભિષેક શર્માને વચગાળાની રાહત આપવા પર વિચાર કરતાં પહેલાં નવા પુરાવા રજૂ કરવા કહેવામાં આવ્યું છે.
અગાઉ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર્સ સુનીલ ગાવસકર અને ગૌતમ ગંભીરે ભારતમાં તેમના પર્સનાલિટી રાઇટ્સ માટે સફળતાપૂર્વક અરજી કરી હતી અને કાનૂની રક્ષણ મેળવ્યું હતું.