21 April, 2026 04:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિષેક બચ્ચન અને ક્રિસ ગેઇલ
યુરોપની પ્રથમ ICC-માન્ય T20 ફ્રૅન્ચાઇઝી લીગ યુરોપિયન T20 પ્રીમિયર લીગમાં સ્કૉટલૅન્ડનું પ્રતિનિધિત્વ કરતી લીગની ગ્લાસગો સ્થિત ફ્રૅન્ચાઇઝીએ મોટી જાહેરાત કરી હતી. ભારતીય માલિક ધરાવતા મુગાફી ગ્રુપ સાથે વેસ્ટ ઇન્ડીઝનો ભૂતપૂર્વ ક્રિકેટર ક્રિસ ગેઇલ સહ-માલિક અને ગ્લોબલ બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે જોડાયો છે. તે પહેલી વખત કોઈ ટીમના માલિકી-ગ્રુપનો ભાગ બન્યો છે. ૨૬ ઑગસ્ટથી ૨૦ સપ્ટેમ્બર વચ્ચે રમાનારી પહેલી સીઝનમાં ૬ ટીમો વચ્ચે ૩૩ મૅચ રમાશે. ક્રિકેટ આયરલૅન્ડ, ક્રિકેટ સ્કૉટલૅન્ડ અને રૉયલ ડચ ક્રિકેટ અસોસિએશન સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવી રહેલી આ લીગના માલિકોમાં ઍક્ટર અભિષેક બચ્ચન પણ સામેલ છે.