સાઉથ આફ્રિકાને નેધરલૅન્ડ્સ સામે જીતવું જ છે, ક્રિકેટરોને આઇપીએલમાં મોડા મોકલશે

11 March, 2023 03:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ મહિને આઇપીએલ પહેલાં ઘરઆંગણે નેધરલૅન્ડ્સને વન-ડે સિરીઝમાં હરાવવું ખૂબ જરૂરી છે. આ કારણસર સાઉથ આફ્રિકા પોતાના કેટલાક ખેલાડીઓને નેધરલૅન્ડ્સ સામેની શ્રેણીમાં રમાડવા માગે છે અને એટલે આઇપીએલમાં તેમને મોડા મોકલશે.

કૅગિસો રબાડા (ડાબે) પંજાબ કિંગ્સ ટીમમાં અને ડેવિડ મિલર ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સ ટીમમાં છે.

જેમ ભારત માટે અત્યારે ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવું સૌથી અગત્યનું છે એમ સાઉથ આફ્રિકાને આ વર્ષના વન-ડે વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી કરવાનું અત્યંત જરૂરી છે અને એ માટે એણે આ મહિને આઇપીએલ પહેલાં ઘરઆંગણે નેધરલૅન્ડ્સને વન-ડે સિરીઝમાં હરાવવું ખૂબ જરૂરી છે. આ કારણસર સાઉથ આફ્રિકા પોતાના કેટલાક ખેલાડીઓને નેધરલૅન્ડ્સ સામેની શ્રેણીમાં રમાડવા માગે છે અને એટલે આઇપીએલમાં તેમને મોડા મોકલશે.
આઇપીએલ ૩૧ માર્ચે શરૂ થશે અને સાઉથ આફ્રિકા પોતાના પ્લેયર્સને બીજી એપ્રિલ પછી જ ભારત મોકલશે. આની સીધી અસર આઇપીએલની ૧૦માંથી (ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સ સહિતની) ૬ ટીમને થશે, કારણ કે તેમણે સાઉથ આફ્રિકાના મુખ્ય પ્લેયર્સને સાઇન કર્યા છે.

કઈ ટીમમાં કયા સાઉથ આફ્રિકન ખેલાડીઓ?
(૧) સનરાઇઝર્સ હૈદરાબાદ : એઇડન માર્કરમ (કૅપ્ટન), હિન્રિચ ક્લાસેન, માર્કો યેન્સેન.
(૨) દિલ્હી કૅપિટલ્સ : એન્રિક નૉર્કિયા, લુન્ગી ઍન્ગિડી
(૩) મુંબઈ ઇન્ડિયન્સ : ટ્રિસ્ટેન સ્ટબ્સ, ડેવાલ્ડ બ્રેવિસ
(૪) ગુજરાત ટાઇટન્સ : 
ડેવિડ મિલર
(૫) લખનઉ સુપર જાયન્ટ્સ : ક્વિન્ટન ડિકૉક
(૬) પંજાબ કિંગ્સ : કૅગિસો રબાડા

sports news sports cricket news