વર્લ્ડ કપ બાદ આફ્રિકાનો આ ઓલ રાઉન્ડર ક્રિકેટને કહેશે અલવિદા

15 March, 2019 08:13 PM IST  | 

વર્લ્ડ કપ બાદ આફ્રિકાનો આ ઓલ રાઉન્ડર ક્રિકેટને કહેશે અલવિદા

વર્લ્ડ કપ પછી ક્રિકેટને અલવિદા

સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર જેપી ડ્યુમીનીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી ઘણી જ શાનદાર રહી છે. પોર્ટ એલિજાબેથમાં જન્મેલા જેપી ડ્યુમીનીને શ્રીલંકા સામેની પહેલી ત્રણ વન-ડે ટીમમાં સમાવેશ કર્યો ન હતો. પરંતુ તેનો અંતિમ બંને વન-ડે માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

34 વર્ષના જેપી ડ્યુમીનીએ 30 મેના રોજ ઇંગ્લેન્ડમાં શરૂ થનારા આઇસીસી વન-ડે વર્લ્ડ કપ પહેલા પોતાની નિવૃતી અંગે જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે વર્લ્ડ કપ બાદ તે પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહેશે. ડ્યુમિનીએ વર્ષ 2008માં શ્રીલંકા સામે પોતાની વન-ડે કારકિર્દી શરૂ કરી હતી. ત્યારથી તેણે અત્યાર સુધી કુલ 193 વન-ડે રમી ચુક્યો છે.

જેપી ડ્યુમિની પર એક નજર કરીએ

જેપી ડ્યુમિનીએ અત્યાર સુધી સાઉથ આફ્રિકા માટે 193 વન-ડે મેચ રમી ચુક્યો છે. જેમાં 37.38 ની એવરેજથી 5047 રન કર્યા છે. જેમાં 27 અડધી સદી અને 4 સદી નોંધાવી છે. ડ્યુમિનીએ બોલીંગ પર પણ હાથ અજમાવ્યો છે. તેણે અત્યાર સુધી કુલ 68 વિકેટ ઝડપી છે. આમ તે ટીમ માટે પાર્ટ ટાઇમ ઓફ સ્પિનર તરીકે પણ કામ કરીને ટીમ માટે મહત્વની ભુમિકા ભજવી છે.

 

આ પણ વાંચો: IPL 2019: ગત ચેમ્પિયન ધોનીની ચેન્નઇ ટીમના મજબુત અને નબળા પાસા પર એક નજર

 

ડ્યુમિની કારકિર્દીમાં ત્રીજો અને અંતિમ વર્લ્ડ કપ રમશે

જેપી ડ્યુમીની પાસે અત્યાર સુધી બે વન-ડે વર્લ્ડ કપમાં રમવાનો અનુભવ રહ્યો છે. ભારતમાં રમાયેલ 2011નો વર્લ્ડ કપ અને 2015માં રમાયેલ વર્લ્ડ કપમાં તે આફ્રિકાની ટીમ તરફથી રમી ચુક્યો છે. આમ 2019માં ઇંગ્લેન્ડમાં રમાનાર વન-ડે વર્લ્ડ કપ તેની કારકિર્દીનો ત્રીજો અને અંતિમ વર્લ્ડ કપ રહેશે.

cricket news sports news south africa