IPL 2019: ગત ચેમ્પિયન ધોનીની ચેન્નઇ ટીમના મજબુત અને નબળા પાસા પર એક નજર

Mar 15, 2019, 20:01 IST

લોકસભા ચુંટણીના કારણે આઇપીએલના પહેલા બે અઠવાડિયાનો જ કાર્યક્રમ જાહેર કરાયો છે. જેની શરૂઆત 23 માર્ચથી થઇ રહી છે. પહેલી મેચ ઘણી રોમાંચક રહેશે કારણ કે આઇપીએલ 2019ની પહેલી મેચ ધોનીની ચેન્નઇ સુપર કિંગ્સ અને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે થશે.

IPL 2019: ગત ચેમ્પિયન ધોનીની ચેન્નઇ ટીમના મજબુત અને નબળા પાસા પર એક નજર
પહેલી IPL મેચ બેગ્લોર ચેન્નાઈ વચ્ચે

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ને શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. લોકસભા ચુંટણીના કારણે ભારતીય ક્રિકેટ બોર્ડે આઇપીએલના પહેલા બે અઠવાડિયાનો જ કાર્યક્રમ જાહેર કર્યો છે. જેની શરૂઆત 23 માર્ચથી થઇ રહી છે. જેમાં પહેલી મેચ ઘણી રોમાંચક રહેશે. કારણ કે આઇપીએલ 2019ની પહેલી મેચ ધોનીની ચેન્નઇ સુપર કિંગ્સ અને વિરાટ કોહલીની રોયલ . ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે થશેધોનીની આગેવાની હેઠળ ચેન્નઇ ટીમે આઇપીએલમાં 7વાર ફાઇનલમાં પહોંચી ચુકી છે અને તેમાંથી ત્રણવાર ટાઇટલ પણ જીત્યું છે.

ચોથીવાર ટાઇટલ જીતવા માટે ધોનીની સેના તૈયાર

ગત સિઝનમાં બે વર્ષના પ્રતિબંધ ભોગવીને પરત ફરતી ધોનીની ચેન્નઇની ટીમે 2018માં ત્રીજીવાર આઇપીએલનું ટાઇટલ જીતીને તમામ ટીમોને એ સંદેશ આપી દીધો હતો કે તે આજે પણ એટલી જ મજબુત છે જેટલી 2008માં હતી. ત્યારે હવે આઇપીએલની 12મી સીઝનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ધોનીની સેનાએ એટલે કે ચેન્નઇ ટીમ પોતાના ટાઇટલને જાળવી રાખવા અને ચોથી વાર ટાઇટલ જીતવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે.

ટીમનો મજબુત પાયો ધોની

ચેન્નઇ ટીમની વાત કરીએ તો ટીમમાં મજબુત પાયો જો કોઇ હોય તો તે સુકાની મહેન્દ્રસિંહ ધોની છે. જે અત્યારે ટીમની સૌથી મોટી તાકાત છે. તો ત્યાર બાદ જો કોઇની વાત કરવામાં આવે તો તે સુરેશ રૈના, રવીન્દ્ર જાડેજા અને ડવેન બ્રાવો છે. જે એક રીતે ઓલ રાઉન્ડરની ભુમીકા ભજવે છે.

 

આ પણ વાંચો: Football : રિયલ મેટ્રિડમાં જ રમવા ઈચ્છે છે ગૈરેથ બેલ

 

ચેન્નઇએ ફિલ્ડીંગ પર ધ્યાન દેવાની જરૂર
જેમ મેચમાં હાર અને જીત હોય છે તેમ ટીમમાં સારા અને નબળા પાસા પણ હોય છે. આમ ચેન્નઇ ટીમમાં ક્યાકને ક્યાર નબળા પાસામાં ટીમની ફિલ્ડીંગ જોવા મળી રહી છે. ટીમમાં હરભજન, અંબાતી રાયડુ અને શેન વોટસન પહેલાની જેમ ફિલ્ડીંગમાં થોડા અંશે નબળા જોવા મળી રહ્યા છે. તો ટીમમાં ડેથ ઓવરમાં હજુ સુધી કોઇ ખાસ બોલર નથી મળ્યો જે ટીમને ફાયદો કરાવી શકે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK