IND VS NZ: ત્રીજા નંબર પર બેટિંગ કરી શકે છે આ ધુંઆધાંર બેટ્સમેન

30 January, 2019 07:52 PM IST  | 

IND VS NZ: ત્રીજા નંબર પર બેટિંગ કરી શકે છે આ ધુંઆધાંર બેટ્સમેન

કોણ કરશે ટીમ ઈન્ડિયામાં ત્રીજા નંબરે બેટિંગ?

ટીમ ઈન્ડિયામાં કેટલાક દિવસો પહેલા ધોનીના બેટિંગ ઓર્ડરને લઈ ચર્ચા શરૂ થઈ હતી. જો કે બાદમાં બીજી વન ડે બાદ ધોનીએ ટીમને જ્યાં જરૂર હોય ત્યાં બેટિંગ કરવાની તૈયારી દર્શાવી વિવાદને ઉગતો જ ડામી દીધો હતો. પરંતુ હવે ટીમ ઈન્ડિયામાં ત્રીજા નંબરે બેટિંગ કોણ કરશે તેને લઈને સવાલ છે.

પહેલી ત્રણ વન ડે ઈન્ડિયા જીતી ચૂક્યુ છે. હવે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખી વિરાટ કોહલીને પાછલી બે વન ડેમાં આરામ અપાયો છે. ત્યારે ટીમ મેનેજમેન્ટ માટે પ્રશ્ન એ છે કે વન ડાઉન બેટિંગ કોણ કરશે. વિરાટ કોહલીનું બેટ્સમેન તરીકે ફોર્મ કોન્સટન્ટ રહ્યું છે. ટીમ ગમે તેવી સ્થિતિમાં હોય વિરાટ કોહલી પોતાની બેટિંગથી ટીમને ઉગારી જ લે છે. ત્રીજા નંબર પર ટીમ મેનેજમેન્ટને આવા જ એક બેટ્સમેનની તલાશ છે.

જો કે ટીમ મેનેજમેન્ટની આ મૂંઝવણ શુભમન ગિલ દૂર કરી શકે છે. આવતીકાલની ચોથી વન ડેમાં શુભમન ગિલને પ્લેઈંગ 11માં સ્થાન મળે તેવી શક્યતા છે. જો શુભમન ગિલનો મેચમાં સમાવેશ થશે તો તેને ત્રીજા નંબરે બેટિંગમાં ઉતારી શકાય છે. 

સુનિલ ગાવસ્કરે શું કહ્યું ?

ઉલ્લેખનીય છે કે ખુદ કેપ્ટન વિરાટ કોહલી અને પૂર્વ સુકાની સુનીલ ગાવસ્કર શુભમન ગિલના વખાણ કરી ચૂક્યા છે. ભારતીય સુકાની વિરાટ કોહલીએ પણ શુભમન ગિલના વખાણ કર્યા હતા. અને કહ્યું હતુ કે, 'શુભમનની ઉમરે હું તેના જેટલુ સારૂ રમતો ન હોતો.' 19 વર્ષીય શુભમન અત્યાર સુધી 9 ફર્સ્ટ ક્લાસ રમ્યો છે જેમાં 1089 રન બનાવ્યા છે. આ સિવાય 13 T-20 રમ્યો છે જેમા 203 રન બનાવ્યા છે અને લિસ્ટ Aમાં 37 મેચમાં 1575 રન બનાવ્યા છે. કોહલીની ગેરહાજરીમાં મહત્વનું રહેશે કે શુભમન ગિલને જગ્યા મળશે કે નહી.