IND VS AUS: કેમ સિડની ટેસ્ટને કહેવાય છે PINK TEST ?

14 February, 2019 03:09 PM IST  | 

IND VS AUS: કેમ સિડની ટેસ્ટને કહેવાય છે PINK TEST ?

સિડનીમાં રમાશે 11મી પિન્ક ડે ટેસ્ટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ચોથી મેચ ગુરૂવારે સિડનીમાં રમાશે. ભારતને કાંગારૂઓની ઘરતી પર ઈતિહાસ રચવા માટે આ મેચને જીતવી નહી તો ડ્રો કરાવવી જરૂરી છે, કેમકે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં હજુ સુધી કોઈ પણ ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી. ચોથી ટેસ્ટ ભારતીય ટીમ માટે મહત્વની છે જો તે આ ટેસ્ટ હારે તો ટેસ્ટ સિરીઝ જીતવાનું તેમનું આ સ્વપ્ન ફરી એકવાર સ્વપ્ન જ રહેશે. આ સિવાય પણ અન્ય એક કારણ છે જેના કારણે સિડની ટેસ્ટ મહત્વની છે અને તે છે સિડની ખાતે રમાનારી પિન્ક ટેસ્ટ. ચાલો જાણીએ શું છે પિન્ક ટેસ્ટ?

સિડની ટેસ્ટને કેમ પિન્ક ટેસ્ટ કહેવાય છે ?

પાછલા કેટલાક વર્ષોમાં નવા વર્ષ દરમિયાન સિડનીમાં રમાનારી ટેસ્ટ મેચનું મહત્વ વધી રહ્યું છે. કેટલાક લોકો આ ટેસ્ટને પિન્ક ટેસ્ટ કહે છે. સિડનીમાં 2009માં પહેલીવાર પિન્ક ટેસ્ટ રમાઈ હતી. પહેલીવાર ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે પિન્ક ટેસ્ટ રમાઈ હતી અને ત્યારબાદ આ પ્રથા બની ગઈ છે. ગુરૂવારથી રમાનાર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 11મી પિન્ક ટેસ્ટ રમાશે.

દર વર્ષે જાન્યુઆરીમાં સિડનીનું ક્રિકેટ ગ્રાઉન્ડ ગુલાબી સમુદ્ર જેવું દેખાય છે. અને આવુ એક સારા કામ માટે કરવામાં આવે છેગ્લેન મેક્ગ્રા ફાઉન્ડેશન ઓસ્ટ્રેલિયામાં સ્તન કેન્સર પ્રતિ લોકોની જાગૃતિ લાવવા સાથે તે માટેની જરૂરી માહિતી અને શિક્ષણ પણ આપે છે. આ સંસ્થા દેશભરમાં બ્રેસ્ટ કેર નર્સોને રાખવા માટે પૈસા ભેગા કરે છે અને બ્રેસ્ટ કેન્સર અંગે લોકોને માહિતગાર પણ કરે છે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં લગભગ 120 બ્રેસ્ટ કેર નર્સ શરૂ કરવામાં આવ્યા છે અને 67000થી વધુ પરિવારોને આ બિમારી વિશે સજાગ કર્યા છે.

આ પણ વાંચો: IND VS AUS: ટીમ ઈન્ડિયા પર ભડક્યા ક્રિકેટ ફેન્સ

સિડની ટેસ્ટનો ત્રીજો દિવસ હોય છે મહત્વનો

પિન્ક ટેસ્ટ મેચના ત્રીજા દિવસને 'જેન મેક્ગ્રા ડે' તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ફેન્સ ફાઉન્ડેશન પ્રતિ સમર્થન દર્શાવવા પિન્ક કપડા પહેરે છે. એટલુ જ નહી કેટલીક વાર તો પ્લેયર્સ બેટ પર ગુલાબી ગ્રિપ કે ગુલાબી સ્ટિકર લગાવીને સમર્થન પ્રદર્શિત કરે છે.

glenn mcgrath border-gavaskar trophy sydney team india australia cricket news sports news