કેવી રીતે બન્યા સચિન ગુજરાતના જમાઈ, જાણો સચિન-અંજલિની લવ સ્ટોરી

24 April, 2019 08:41 AM IST  |  મુંબઈ

કેવી રીતે બન્યા સચિન ગુજરાતના જમાઈ, જાણો સચિન-અંજલિની લવ સ્ટોરી

સચિન અને અંજલિના લગ્ન સમયનો ફોટો

પહેલી નજરનો પ્રેમ
સચિન તેંડુલસર અને અંજલિ તેંડુલકરનું લવ એટ ફર્સ્ટ સાઈટ હતું. સચિન અને અંજલિની પહેલી મુલાકાત મુંબઈ એરપોર્ટ પર થઈ હતી. જ્યારે સચિન 1990માં પોતાના પહેલા ઈંગ્લેન્ડના પ્રવાસથી પાછા ફરી રહ્યા હતા. પહેલી જ નજરમાં સચિનને પોતાનાથી 6 વર્ષ મોટા અંજલિ સાથે પ્રેમ થઈ ગયો. સચિન તેંડુલકર પહેલી જ મુલાકાતમાં અંજલિ પર એ રીતે લટ્ટૂ થઈ ગયા હતા કે તેમણે નક્કી કર્યું હતુંકે તેઓ અંજલિને જ પોતાના જીવનસાથી બનાવશે.એ સમયે અંજલિ મહેતા હતા. જેઓ ગુજરાતી પરિવારના દીકરી છે. 1990માં એરપોર્ટ પર થયેલી  મુલાકાત 1995માં લગ્નના મંડપ સુધી પહોંચી.


સચિનને નહોતા ઓળખી શક્યા અંજલિ
જ્યારે 1990માં મુંબઈ એરપોર્ટ પર અંજલિને મળ્યા હતા એ સમયે તેઓ ઈંડિયન ક્રિકેટના સ્ટાર બની ચુક્યા હતા, પરંતુ અંજલિ એ સમયે સચિનને ઓળખી નહોતા શક્યા. અંજલિએ કહ્યું કે સચિન સાથે મુલાકાત પહેલા તેમને ક્રિકેટ વિશે કાંઈ જ ખબર નહોતી. જે બાદ તેમણે ક્રિકેટ વિશે ઘણું વાંચ્યું. પહેલી મુલાકાત બાદ 5 વર્ષ સુધી સચિન અને અંજલિએ એકબીજા સાથે 1995માં બંનેએ લગ્ન કર્યા.

અંજલિ માટે હૉસ્પિટલ પહોંચ્યા સચિન
એરપોર્ટ પર થયેલી મુલાકાત બાદ સચિન અંજલિને મળવા માટે ઉતાવળા થયા હતા. તે બાદ તેમણે પોતાના મિત્ર વિનોદ કાંબલીની મદદથી અંજલિને મળવાનો પ્રોગ્રામ બનાવ્યો. મેડિકલના વિદ્યાર્થી અંજલિ એ સમયે દિલ્હીની એક હૉસ્પિટલમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. સચિન ચેકઅપ કરાવવાના બહાને ત્યાં પહોંચ્યા અને આ રીતે બંનેની મુલાકાતોનો સિલસિલો શરૂ થયો.

જ્યારે મૂછો લગાવીને ફિલ્મ જોવા પહોંચ્યા સચિન
સચિન એકવાર મૂછો લગાવીને અંજલિ સાથે મુવી જોવા પહોંચ્યા હતા. અંજલિએ એકવાર ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે અમે મિત્રો સાથે મળીને રોઝા મુવી જોવાનો પ્લાન બનાવ્યો, પરંતુ સચિન માટે પબ્લિક પ્લેસમાં બહાર નીકળવું મુશ્કેલ હતું, એટલે અમે લોકોએ નક્કી કર્યું કે સચિન મૂછો અને ચશ્મા લગાવીને મૂવી જોવા જશે.


મૂવીના ફર્સ્ટ હાફ સુધી કોઈ સચિનને ન ઓળખી શક્યા. પરંતુ મૂવીના સેકંડ હાફમાં જ્યારે સચિનના ચશ્મા પડી ગયા ત્યારે ત્યાં હાજર લોકો સચિનને ઓળખી ગયા અને તેમણે ફિલ્મ અધવચ્ચેથી છોડીને પાછા જવું પડ્યું.

સચિનના મેંટર છે અંજલિ
સચિને એકવાર ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમના પત્ની તેમના મેંટરની જેમ છે.જ્યારે કોઈ તેમને પુછે કે અંજલિ તેમના કરતા 6 વર્ષ મોટા છે ત્યારે સચિન જવાબ આપે છે કે તે હંમેશા મને મોટિવેટ કરે છે. મજાકિયા અંદાજમાં સચિન એમ પણ કહે છે કે તેમને અંજલિના ગુસ્સાથી ડર લાગે છે.

sachin tendulkar anjali tendulkar