૧૭ વર્ષના લૅમિન યમાલને કારણે સ્પેનની ફુટબૉલ ટીમને થઈ શકે છે ૨૭ લાખનો દંડ

14 July, 2024 07:21 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

જર્મનીના નિયમો અનુસાર ટીમને ૨૭ લાખનો દંડ ભરવા તૈયાર રહેવું પડશે. 

લૅમિન યમાલ

સ્પેન ફુટબૉલ ટીમનો સ્ટાર ખેલાડી લૅમિન યમાલ ગઈ કાલે ૧૭ વર્ષનો થયો હતો. યુરો કપ 2024ની ફાઇનલમાં તેની ટીમ તેને લઈને અસમંજસની સ્થિતિમાં છે. ઇંગ્લૅન્ડ સામેની ફાઇનલ મૅચ ૯.૩૦ વાગ્યા પછી શરૂ થશે. જર્મનીના કાયદા અનુસાર ૧૮ વર્ષથી નીચેના લોકો ૮ વાગ્યા પછી કામ ન કરી શકે. ઍથ્લીટને આ કેસમાં ૧૧ વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ કાયદાને કારણે આગાઉની મૅચમાં ૯૦ મિનિટ પૂરી થતાં પહેલાં તેને સબ્સ્ટિટ્યુટ કરવામાં આવતો હતો.

જો ફાઇનલ મૅચમાં ૯૦ મિનિટની રમત ડ્રૉ થયા બાદ સ્પેન એક્સ્ટ્રા ટાઇમની રમતમાં એટલે કે ૧૧ વાગ્યા પછી પણ તેને મેદાન પર ઉતારશે તો જર્મનીના નિયમો અનુસાર ટીમને ૨૭ લાખનો દંડ ભરવા તૈયાર રહેવું પડશે. 

sports news sports football spanish football