સેક્સોલૉજી અને આંતરવસ્ત્રો વચ્ચે છે અતૂટ સંબંધ

09 December, 2012 09:20 AM IST  | 

સેક્સોલૉજી અને આંતરવસ્ત્રો વચ્ચે છે અતૂટ સંબંધ



(તન-મન ને સંવનન - ડૉ. મુકુલ ચોકસી)

તેમનો ડર એ હતો કે તેમનો દીકરો વધુપડતો કામુક તો નથી બની રહ્યોને! તેમના આ ડર પાછળનું કારણ એ હતું કે દીકરાની અન્ડરવેઅર પર તેમણે ર્વીયના ડાઘ જોયા હતા અને એવા ડાઘ છેલ્લા મહિનાથી દર અઠવાડિયે તેઓ જોઈ રહ્યાં હતાં. તેમને સમજાવવામાં આવ્યું કે તેમનો દીકરો તરુણ બન્યો છે અને તેને ઊંઘમાં જ ર્વીયસ્લખન થાય છે જે કુદરતી છે.

આંતરવસ્ત્રો ક્યારેક વ્યક્તિની સેક્સ્યુઅલિટી તથા તેની જાતીય પ્રવૃત્તિઓની ભીતરમાં ડોકિયું કરવાનું સાધન પણ બની શકે છે જાણીને આર્ય નથી થતું, કેમ કે સેક્સોલૉજી તથા આંતરવસ્ત્રોને ગાઢ અને નિકટનો સંબંધ રહ્યો છે.

નાનપણથી મોટા થઈ રહેલા બાળકને સૌપ્રથમ કંઈ ઉંમરે અન્ડરવેઅર પહેરાવવી શરૂ કરવી? આવી પૂછપરછ કેટલીક માતાઓ કરે છે. આ પ્રશ્નનો કોઈ રેડીમેડ જવાબ નથી, પરંતુ બાળકમાં જ્યારે જનનાંગો વિશેની સભાનતા પ્રવેશે ત્યારથી આ કામ શરૂ કરી શકાય. નાનકડા શિશુને આ વળાંક પહેલાં જનનાંગો શરીરનાં અન્ય અંગો જેવાં જ લાગતાં હોય છે. તે જ્યારથી એને વિશિષ્ટ રીતે જોતું, સમજતું, માણતું કે અનુભવતું થાય ત્યારથી તેને આંતરવસ્ત્રો પહેરવાનું સૂચવી

શકાય. અર્થાત્ દસથી બાર વર્ષની ઉંમરથી આ શરૂઆત થઈ શકે. જોકે પહેલા-બીજા ધોરણમાં ભણતા બાળકને અન્ડરવેઅર પહેરાવવામાં કોઈ હાનિ કે પ્રતિબંધ હોવાનું જાણમાં નથી, પણ ઘણીખરી માતાઓ ખૂબ નાની વયે બાળકને આંતરવસ્ત્રો નથી લાદી દેતી એ પણ હકીકત છે.

એક યુવાનને બાવીસ વષ્ોર્ પણ અન્ડરવેઅર પહેરવાની ટેવ નહોતી. તેને પોતાના શિશ્નની બદલાતી રહેતી સાઇઝ વિશે ચિંતા હતી. કદાચ બંધબેસતાં આંતરવસ્ત્રોના અભાવે તેનું જનનાંગ સતત પૅન્ટના સંપર્કમાં આવતું રહેવાથી તેને શિશ્નોત્થાનની ક્ષણે-ક્ષણે બદલાતી પરિસ્થિતિ વિશે સભાનતા રહેતી હોવાથી આમ બનતું હોઈ શકે.

જાતીય વિજ્ઞાનમાં આંતરવસ્ત્રોને લગતી સૌથી વધુ જાણીતી અવસ્થાનું નામ છે ટ્રાન્સવેટિઝમ અને ફેટિસિઝમ. ટ્રાન્સવેસ્ટાઇટ એ એવી મનોજાતીય વિકૃતનું નામ છે જેમાં પુરુષ મહિલાનાં અન્ડરગાર્મેન્ટ્સ (તથા બાહ્ય વસ્ત્રો) પહેરીને ફરે, અરીસા સામે ઊભા રહીને પોતાના ઉત્તેજક સ્ત્રીસ્વરૂપને જોઈને ઉત્તેજિત થાય અને પછી હસ્તમૈથુન કરીને સંતોષ પૂરો કરે. આવા પુરુષો પોતાના બંધ બેડરૂમમાં એકાંતમાં આવી પ્રવૃત્તિઓ પાછળ કલાકોના કલાકો ગાળતા હોય છે અને તેમને પત્ની સાથેના કામજીવનમાં સહેજ પણ રસ નથી હોતો. ફેટિસિઝમમાં ખરેખર તો વ્યક્તિ સ્ત્રીના રૂમાલ, મોજાં, ચંપલ કે હેરબૅન્ડ જેવી બિનજાતીય, બિનકામોત્તેજક બાબતોથી ઉત્તેજના અનુભવે છે. જોકે આંતરવસ્ત્રોના સિલેક્ટિવ ખેંચાણને પણ ફેટિસની સમકક્ષ અવસ્થા ગણાવી શકાય.

એક ઍડ્વર્ટાઇઝમેન્ટમાં એક ચંચળ છોકરી પુરુષને અન્ડરવેઅર પહેરેલી જોઈને ઉત્તેજિત તથા રોમાંચિત થઈ જતી તથા તેના પર પાણી-પાણી થઈ જતી બતાવવામાં આવે છે. હશે, વિશ્વમાં કદાચ કેટલીક આવી કન્યાઓ હશે, પણ ચુસ્ત અન્ડરવેઅરમાં અજાણ્યો પુરુષ કરી શકે એના કરતાં સ્ત્રીને ઓળખીતો, નિકટતમ રહેતો, વિશ્વસનીય અને પ્રેમાળ પુરુષ ક્યાંક વધારે ઉત્તેજિત કરી શકે છે એ બાબત ભુલાવી ન જોઈએ. અન્ડરવેઅરનું ખોટું ઓવર-પ્રોજેક્શન આપવાની જરૂર નથી. બાકી સ્ત્રીઓને અન્ડરગાર્મેન્ટ્સમાં જોઈને ઉત્તેજિત થતા પુરુષોની સંખ્યા બેસુમાર છે; જેને પરિણામે જ બ્યુટી-કૉન્ટેસ્ટ, ફૅશન-શો, રૅમ્પ પરનું કૅટવૉક અને બિકિની શોની બોલબાલા છે. મૉડલો અને હિરોઇનો લૉન્જરીઝના માર્કેટને સતત અપ ને અપ રાખે છે અને કામોત્તેજક અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલી સ્ત્રી પુરુષની અમર્યાદ સેક્સ્યુઅલ ફૅન્ટસીનો આધાર બની રહે છે. પૉર્ન-ઇન્ડસ્ટ્રી પણ સ્ત્રીઓના અન્ડરગાર્મેન્ટ્સનાં હલકી કક્ષાનાં દૃશ્યો પર ટકી રહે છે.

મનુષ્યજાતની વિશેષતા એ છે કે તેમને નગ્ન્ાતા કરતાં અર્ધનગ્ન્ાતા (ટોટલ ન્યુડિટી કરતાં પાર્શિયલ ન્યુડિટી) વધારે ઉશ્કેરી શકે છે. માનવીય અનુભૂતિની આ જ બાજુને અન્ડરગાર્મેન્ટ્સની ધીકતી ઇન્ડસ્ટ્રી દ્વારા એક્સપ્લોઇટ કરવામાં આવે છે અને એટલે જ વિદેશમાં ‘બ્રાનો હૂક ખોલવાની સ્પર્ધા’ તથા ‘સ્ત્રીનાં બે સ્તન વચ્ચે જગ્યા (ક્લીવેજ)ની શતાબ્દી થયાની ઉજવણીઓ’ જેવા જાહેર કાર્યક્રમો યોજાય છે.

આંતરવસ્ત્રોને કોણ જાણે કેમ પણ આરોગ્યના સંદર્ભને બદલે એના ઇરૉટિક સંદર્ભમાં જ જોવામાં આવે છે. બાકી એનાં આરોગ્યનાં અનેક પાસાંઓ ધ્યાન દેવા યોગ્ય છે. આંતરવસ્ત્રોની પસંદગી યોગ્ય અને આરોગ્યપ્રદ હોવી જરૂરી છે. કૉટનનાં અતિચુસ્ત નહીં એવાં આંતરવસ્ત્રો પરસેવો શોષી લેતાં હોવાથી સુવિધાયુક્ત ગણાય છે. સિન્થેટિક કાપડ કરતાં એનો ઉપયોગ વધુ લાભપ્રદ ગણાય. અતિચુસ્ત આંતરવસ્ત્રો જો યુવાવયે લાંબો સમય પહેરવામાં આવે તો એનાથી વૃષણો વધુ દબાણ અને ગરમીમાં રહે છે. આ વિશે જાણીતી બાબત એ છે કે વૃષણમાં આવેલા શુક્રપિંડો પર વધુ ગરમીની નકારાત્મક અસરો પડી શકે છે. શુક્રપિંડ શુક્રકણો બનાવવાનું મહત્વનું કામ કરે છે.

ગેરમાન્યતા

સુહાગરાત્રે છોકરીને બ્લીડિંગ થવું જ જોઈએ, નહીંતર તેને કંઈક પ્રૉબ્લેમ હોઈ શકે છે

હકીકત

સુહાગરાતે ઘણી વાર નૉર્મલ છોકરીને પણ કોઈ બ્લીડિંગ થતું નથી અને બ્લીડિંગ થાય એમ છતાં છોકરીને પ્રૉબ્લેમ હો પણ એય શક્ય છે.