હસ્તમૈથુન ખાનગીમાં થતું હોવાથી ઘણા લોકો માની બેસે છે કે એ ખરાબ કર્મ હશે

02 September, 2012 07:18 AM IST  | 

હસ્તમૈથુન ખાનગીમાં થતું હોવાથી ઘણા લોકો માની બેસે છે કે એ ખરાબ કર્મ હશે

તન-મન ને સંવનન - ડૉ. મુકુલ ચોકસી

તાજેતરમાં અભિનેતા જૉન એબ્રાહમે ર્વીયદાનના પ્રમોશન વિશે તથા ર્વીયદાનની મહત્તા સમજાવતાં જાહેર ઉચ્ચારણો કર્યા. હવે ર્વીયદાન જે પ્રક્રિયા દ્વારા શક્ય બને છે એવી એક સાહજિક માનવીય પ્રક્રિયા હસ્તમૈથુન વિશે કોઈ સેલિબ્રિટીએ જાહેર ઉચ્ચારણો કરવાની જરૂર છે, કેમ કે એનાથી બીજું કંઈ નહીં પરંતુ લાખોની સંખ્યામાં તરુણો મનોમન જે તીવþ અપરાધભાવ અનુભવે છે એની માત્રામાં ખાસ્સો ઘટાડો થશે.

મૅસ્ટરબેશન ગિલ્ટ વિશે આજ સુધી ઝાઝી ચર્ચા નથી થઈ. સમાજના અતિ પ્રોડક્ટિવ વિકાસોન્મુખ અને ઊર્જાથી તરવરતા મૂલ્યવાન એવા યુવાજગતને અંદરોઅંદર કોરી ખાય છે એવા મૅસ્ટરબેશન ગિલ્ટ વિશે બહુ મોટી જાહેર ચર્ચાની જરૂર છે. હસ્તમૈથુન વિશેનો અપરાધભાવ સદીઓથી પેઢી દર પેઢી ચાલ્યો આવે છે. સીધા-સાદા, ભાવુક, સંવેદનશીલ, નાજુક મિજાજ, સરળ, લાગણીશીલ, અંતરાત્માને ઓળખીને જીવનારા અસંખ્ય યુવકોને આ અપરાધભાવ વર્ષો સુધી પીડ્યે રાખે છે.

આ અકથ્ય, અકળાવનારી ગિલ્ટ ફીલિંગ્ઝને લીધે યુવાનો હતાશા, નિરાશા, તનાવ, અનિદ્રા, ભૂખનો અભાવ, નિષ્ક્રિયતા, બેધ્યાનપણું, સ્ટ્રેસ, બેચેની, ભુલકણાપણું તથા ડિપ્રેશનનો અનુભવ કરે છે.

મૅસ્ટરબેશન ગિલ્ટ વધી જાય તો યુવકને આત્મહત્યાના વિચારો સુધ્ધાં આવી શકે છે. કમનસીબે નવમાથી બારમા ધોરણમાં સંભવત: અભ્યાસ કરી રહેલા આવા તરુણો તેમના હસ્તમૈથુન વિષયક અપરાધભાવથી વિચલિત થઈ તેમના અભ્યાસનાં પરિણામો બગાડે છે.

હસ્તમૈથુન વિશે સમાજમાં બે પ્રકારનાં પરિબળો કાર્યરત છે. એક તરફ સાધુસંતો, ધર્મગુરુઓ, આધ્યાત્મિક વડાઓ, ધર્મગ્રંથો, જીવનલક્ષી શિક્ષકો, વડીલો તથા સમાજના શુભચિંતક વિચારકોનો મોટો વર્ગ છે જેઓ હસ્તમૈથુનને ઍબ્નૉર્મલ, ખોટું, અર્થહીન, નબળાઈયુક્ત બીમારીનું લક્ષણ, પાપ, ગુનો, અકુદરતી, અનહેલ્ધી, વિકૃત, અપ્રાકૃતિક, બોજારૂપ, નિમ્ન સ્તરનું, દૂષણરૂપ, અનૈતિક તેમ જ અધ:પતન તરફ દોરનારું કૃત્ય માને છે. બીજી તરફ મેડિકલ પ્રોફેશનલ્સ, સેક્સોલૉજિસ્ટ, સાઇકિયાટ્રિસ્ટ તથા સાઇકોલૉજિસ્ટ જેવો એક વર્ગ છે જેઓ હસ્તમૈથુનને તદ્દન પ્રાકૃતિક, અનિવાર્ય, સ્વાભાવિક કૃત્ય ગણે છે. આ વર્ગ છેલ્લા ત્રણેક દાયકાથી સભાનપણે હસ્તમૈથુનને બિનહાનિકારક અને સહજ શારીરિક એવા ઇચ્છનીય કાર્ય તરીકે સ્થાપિત કરવા મથામણ કરે છે. પરસ્પરવિરોધી એવી બે સ્ટ્રૉન્ગ વિચારધારાઓ વચ્ચે ગૂંગળાઈને ઘણા યુવકો ગૂંચવણભરી મનોદશામાં મુકાઈ ગયા છે.

એક જમાનો હતો જ્યારે સમાજમાં એવી ગેરમાન્યતા ઘર કરી ગઈ હતી કે સો ટીપાં ખોરાકમાંથી એક ટીપું લોહી બને અને સો ટીપાં લોહીમાંથી એક ટીપું ર્વીય બને છે. આને લીધે ર્વીયસ્ખલન, હસ્તમૈથુન, નિદ્રામૈથુન બધાથી યુવાનો ડર, સંકોચ, શરમ અને ગિલ્ટ અનુભવતા હતા. એમાં પાછું અમુક અશિક્ષિત તબીબી વેશધારીઓ યુવાનોને એમ કહીને ડરાવતા હતા કે ‘ખબરદાર, જો સ્ખલન કર્યું છે તો! આવું કરવાથી જ તમારી ઇãન્દ્રય શિથિલ થઈ ગઈ છે!’ જોકે હવે ઘણાખરા લોકોએ હસ્તમૈથુનનો ડર તો કાઢી નાખ્યો છે. એમ છતાં મનમાં રહેલો છૂપો અપરાધભાવ ઘણાને વર્ષો સુધી પીડતો રહે છે. હસ્તમૈથુન વિશેના અપરાધભાવનું એક કારણ એ છે કે એ ખાનગીમાં આચરવામાં આવતી પ્રક્રિયા છે. મન આપોઆપ એવો તાળો મેળવી લે છે કે કદાચ આ ગુનાહિત કૃત્ય હશે.

બાળમનોવિજ્ઞાનની પાયાની સમજ આ બાબત અલગ રીતે સમજાવે છે. મનના ત્રણ ભાગ હોય છે : ઇડ, ઈગો અને સુપરઈગો. ઇડ મનનો એ ભાગ છે જે આનંદ માગે છે, જેને મજા અને કમ્ફર્ટ જોઈએ છે, જે સ્વકેન્દ્રી છે અને જે મનમાં આવે એ કરી લેવામાં માને છે. ઈગો મનનો એ ભાગ છે જે પુખ્ત છે, રૅશનલ છે, વિચારે છે; જ્યાં લૉજિક, સમજ, રીઝનિંગ વગેરે બિરાજે છે. એ ઇડમાંથી આવતા આવેગ-ઇમ્પલ્સિસને સમજી-વિચારીને પ્રગટ થવા દે છે અને વ્યક્તિને નુકસાન થતું અટકાવે છે. મનનો છેલ્લો કમ્પોનન્ટ છે સુપરઈગો. આ ભાગ એ છે જે વ્યક્તિને સહજ રીતે નૈતિક નીતિમત્તાપૂર્ણ આચરણ કરતાં શીખવે છે. ડૂઝ ઍન્ડ ડોન્ટ્સ સુપરઈગોમાંથી આવે છે. કશા કારણ વિના પણ આપણે માનવીય, સચ્ચાઈપૂર્ણ, નૈતિકતાપૂર્ણ કાર્ય કરીએ છીએ એ આ સુપરઈગોને લીધે. વ્યક્તિની મહત્વાકાંક્ષા અને ગિલ્ટ પણ આ સુપરઈગોમાંથી જ આવે છે. મા-બાપે નાના બાળકને આવું ન કરાય એવું વારંવાર કહ્યું હોય છે. એમ કરવું સારું નથી એ વાત અને એનું આનુષંગિક ગિલ્ટ બાળકના સુપરઈગોનો મહત્વનો ભાગ બની જાય છે. જે વ્યક્તિનો સુપરઈગો વધારે તીવþ યા સ્ટ્રૉન્ગ હશે તેને હસ્તમૈથુન સહિત અન્ય પ્રકારના અપરાધભાવો પણ થવાની સંભાવના રહેલી છે. આવા લોકોને ગિલ્ટ-પ્રોન લોકો કહી શકાય. હસ્તમૈથુન વિશેનું ગિલ્ટ અનુભવતી હોય એવી છોકરીઓ પણ હોય છે. જોકે એવી કેટલીક છોકરીઓના મનમાં હસ્તમૈથુનની સાથે-સાથે સેક્સ માત્રનું ગિલ્ટ પણ હોય છે. વ્યક્તિના મનમાં હસ્તમૈથુન પ્રત્યે અપરાધભાવ જાગે એ માટે સમાજ પણ જવાબદાર છે, કેમ કે જે વસ્તુ માટે મહત્તમ સામાજિક છોછ હોય છે એ જ વસ્તુ વ્યક્તિના મનમાં મહત્તમ નકારાત્મક સંવેદન ઉત્પન્ન કરી શકે છે. ક્યારેક મોટી વયે પુરુષને ગ્રસી જતા સાઇકોજેનિક ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન એટલે કે માનસિક કારણોસર ઇãન્દ્રયઉત્થાનમાં પડતી તકલીફના મૂળમાં દાયકાઓ પૂર્વેનું મનમાં ધરબાઈ ગયેલું હસ્તમૈથુનનું ગિલ્ટ પણ હોઈ શકે છે. હસ્તમૈથુન વિશેનો અપરાધભાવ જાગૃત તેમ જ અજાગૃત પણ હોઈ શકે છે.

આ અપરાધભાવ કાઢવા વ્યક્તિને ક્યારેક સામાન્ય કાઉન્સેલિંગની તો ક્યારેક ઇન ડેપ્થ સાઇકોથેરપીની જરૂર પડે છે. તીવ્ર માત્રાના ગિલ્ટને કાઢવા દવાઓ પણ ક્યારેક જરૂરી થઈ પડે છે. આ તો વ્યક્તિગત ગિલ્ટ માટે લાગુ પડતી બાબત છે, પરંતુ જ્યાં સુધી હસ્તમૈથુન વિશેની આવી ભારેખમ સામાજિક છોછ હશે ત્યાં સુધી અનેક યુવકોને આવો અપરાધભાવ ગ્રસતો જ રહેવાનો છે. કમનસીબે ઘણા યુવકો પોતાના જાતીય આવેગોને નિયંત્રિત યા કન્ટ્રોલ નથી કરી શકતા. તેઓ આ અપરાધભાવની તીવþ અનુભૂતિથી પીડાઈ શકે છે. આથી વિરુદ્ધ ઘણા યુવકો અસંખ્ય વાર હસ્તમૈથુન કર્યા પછી પણ પૂર્ણપણે ગિલ્ટ-ફ્રી રહી શકે છે.

આજના જમાનામાં જ્યારે પ્યુબર્ટીની ઉંમર જલદી આવે છે, લગ્નો મોડાં થાય છે, વ્યક્તિએ જાતીય આવેગોને લઈને અનેક વર્ષો સુધી કામસાથી વગર રહેવાનું આવે છે, નોકરી-ધંધાર્થે અનેક લોકો દૂરના પ્રાંત કે દેશમાં જઈ વસવાટ કરીને જીવનસાથીથી લાંબા ગાળા માટે અલગ રહે છે, લગ્નેતર સંબંધોથી ઘણાં યુગલોના જીવન દૂષિત થાય છે તથા એચઆઇવી એઇડ્સના નિયંત્રણ માટે લગ્નેતર કામસંબંધને રોકવાની જરૂર છે ત્યારે હસ્તમૈથુન વિશેનો અપરાધભાવ સૌના મનમાંથી દૂર થાય એ જરૂરી છે. જોકે વ્યાપક સેક્સ-એજ્યુકેશનને પરિણામે અગાઉના દાયકાઓ કરતાં હવેની પેઢીઓમાં આ અપરાધભાવની ભાવના ઘટી હોય એમ લાગે છે. એમ છતાં હસ્તમૈથુન વિશેની સામાજિક છોછ એવી જ છે. મનોરંજક ફિલ્મોમાં સ્ત્રી-પુરુષ સંબંધનાં બોલ્ડ દૃશ્યો જોવા મળશે, પણ હસ્તમૈથુન ભાગ્યે જ કોઈ ફિલ્મ દર્શાવશે જે દર્શાવે છે કે સામાજિક છોછને લીધે લોકો હજી આવું જોઈ શકવા તૈયાર નથી.      

ગેરમાન્યતા

ડબલ કૉન્ડોમ પહેરવાથી એઇડ્સ સામે બમણું પ્રોટેક્શન મળે છે

હકીકત

આવા કોઈ અભ્યાસ થયા હોવાનું જાણમાં નથી. ક્યારેક આથી ઊલટું પણ બની શકે છે કે કૉન્ડોમ સરકી જવાથી જોખમ વધી જાય છે

એચઆઇવી = હ્યુમન ઇમ્યુનોડેફિશ્યન્સી વાઇરસ