વરદાનો ઉસૂલ

23 June, 2019 02:10 PM IST  |  મુંબઈ | વિવેક અગરવાલ - તમંચા

વરદાનો ઉસૂલ

પ્રતીકાત્મક તસવીર

તમંચા

આ તો હતો વરદાભાઈનો ઉસૂલ...

ઉસૂલ બોલે તો કાયદા...

મંજે ઉસૂલ...

‘...ક્યા રે, યેડા હૈ ક્યા, મુંબઈ મેં રહકે ઇતના નહીં જાનતા?’

હાં, તો તે એ વાત કરી રહ્યો હતો જે તે સારી રીતે જાણતો હતો કે હું વર્ષોથી મુંબઈની અંધારી ગલીઓ અને ભૂમિગત બજારોની ખાક છાની રહ્યો છું.

તે કહે છે કે એ દિવસોમાં વરદાની દહેશત એટલી બધી હતી કે મુંબઈનો કોઈ પણ ગિરોહ, સરગના કે તેનો સિપેહસાલાર - કિલેદાર - સૂબેદાર - પ્યાદું પણ વરદાની સામે જવાનું વિચારી પણ શકતા નહીં. દાઉદથી બાબુ રેશિમ, રમા નાઈક સહિત ઘણા સરગના સોનાની તસ્કરીમાં હતા. એ દિવસોમાં મુંબઈ અન્ડરવર્લ્ડમાં અલિખિત નિયમ હતો કે જે દિવસે જ ઠેકાણા પર વરદાનો માલ ઊતરવાનો હોય ત્યારે ત્યાં કોઈ કંપની પોતાનો માલ ઉતારે નહીં.

વરદાના મોત પછી જ આ નિયમ બદલાયો હતો અને ત્યાંથી બધાની વચ્ચે બબાલ શરૂ થઈ. ખરા અર્થમાં આ પછી જ મુંબઈમાં ગૅન્ગવૉરની એંધાણી આવવા માંડી.

માટુંગાના મદ્રાસ કૅફેમાં ઉપર બેઠેલા એ માણસે માથું હલાવતાં, ફિલ્ટર કૉફીની ચૂસકી ખેંચતાય કહ્યું,

‘અસલી ભાઈ તો વરદાઇચ થા... ગયા તો ક્યા હુવા ભિડુ... અભી ભી ઉસકે નામપે ભોત લોગોકા લુંગી છૂટ જાતા હૈ.’

ચોર પે મોર

મસ્તાન અને કરીમના જમાનામાં એકબીજા પર હાથ નાખી શકાતો નહોતો...

બીજા કોઈના ઇલાકામાં પગ પણ મુકાતો નહોતો...

પણ નવી પેઢીના સરમાયાદારોમાં આ નિયમો જૂના થઈ ગયા હતા...

એ તો એકબીજાના લોહીના તરસ્યા હતા. કામકાજ, એકબીજા પાસેથી છીનવી લેવું એ નાની વાત હતી.

એક વાર સમદે સાબિરના હાથમાંથી એક કામ છીનવી લીધું, જેમાં દાઉદને ત્રણ લાખ રૂપિયા મળવાના હતા.

સમદે ઘણી વાર પોતાનું વર્ચસ કાયમ રાખવા માટે નક્કી કરેલી રકમથી ઘણા ઓછામાં કામો કર્યા હતાં.

આ જ ચક્કરમાં સમદે સોનાના તસ્કરો મમ્મુમિયાં, ઉંમર બક્ષી અને શમશેરનું સોનું સુરક્ષિત પહોંચાડવાનું કામ સાબિર પાસથી છીનવી લીધું હતું.

જે કામમાં સાબિરને ભારે નુકસાન થયું, જે કામથી સમદે કોંકણી મુસ્લિમ ટોળકી પર વર્ચસ મેળવ્યું એ મજેદાર હતું.

આ વખતે કોઈ આમ ઇન્સાનથી વસૂલી કરવાની નહોતી, તે એક સરકારી અધિકારી હતો, જેના હલકમાં હાથ નાખીને માલ કાઢવાનો હતો.

થયું હતું એમ કે દુબઈથી તસ્કરીથી આવેલું સોનું કસ્ટમ અધિકારીઓએ બરામદ કરી લીધું હતું.

સોનું ગયું, ગમ નહોતો. સરકારી ખજાનામાં જમા થઈ ગયું, કોઈ મલાલ નહોતો, હાથથી સારો નફો ગયો, દુ:ખ નહોતું. કષ્ટ એ થઈ ગયું કે ૧૨ લાખનાં બિસ્કિટ ભરેલું જૅકેટ એક કસ્ટમ અધિકારીએ ‘ગાયબ’ કરી દીધું હતું.

હવે તસ્કરો ઇચ્છતા હતા કે કસ્ટમ અધિકારીને સબક શીખવાડવો જોઈએ. તેના પંજામાંથી જૅકેટ પાછું લાવવામાં આવે. કમ સે કમ એટલી નુકસાનની ભરપાઈ તો થાય. એનાથી અધિકારી જ નહીં, કસ્ટમ અને પોલીસ ઉપરાંત વિરોધીઓમાં એ સંદેશ જવો જોઈએ કે ‘માલ’ પર કોઈ હાથ નાખે એ તેમને મંજૂર નથી.

તસ્કરોએ આ કામ સાબિર અને દાઉદને સોંપ્યું. તેને માટે ઉજરત ૩ લાખ રૂપિયા નક્કી થઈ. એ કોઈને ખબર નથી કે છેવટે આ કામ સાબિર અને દાઉદ કેમ ન કરી શક્યા. એનો ફાયદો સમદને થયો. તસ્કરો સમદ પાસે પહોંચ્યા. સમદે કામ કરવા માટે હામી ભરી.

સમદે આલમઝેબ અને અમીરઝાદાને સાથે લીધા અને કસ્ટમ અધિકારીના ઘરે પહોંચ્યો. ત્રણેએ મળીને અફસરને એવો ધમકાવ્યો કે ચૂપચાપ જૅકેટ તેનાં ચરણોમાં ધરી દીધું.

સમદે માલ લાવીને તસ્કરોના હાથમાં મૂક્યો. તેને ત્રણ લાખ રૂપિયા મળ્યા. આનાથી સાબિર અને દાઉદ ખરાબ રીતે બોખલાયા.

આ પણ વાંચો : ગણપતિ પંડાલ વચ્ચે બિટ-ચોકી

તસ્કરોમાં ફરીથી વાત ચાલી કે પઠાણ જે કરી શકે છે એ અન્ય કોઈ નહીં. મુંબઈમાં તેના મુકાબલામાં કોઈ નથી. મુંબઈના અસલી ભાઈ તો પઠાણ જ છે. આજે પણ પઠાણ-કંપનીનો કોઈ તોડ નથી. તેને કામ દેવાનો મતલબ કે પૂરી નિશ્ચિંતતા.

અને પઠાણ-કંપની તો આનાથી જ ખુશ હતી : ‘ચોર પર પડ ગયે મોર.’

weekend guide