જે દિવસે કપડાંને ઇસ્ત્રી કરો એ દિવસે ફ્રિજ ન ખોલાય, નહીંતર તમને લકવો થાય

23 December, 2012 06:58 AM IST  | 

જે દિવસે કપડાંને ઇસ્ત્રી કરો એ દિવસે ફ્રિજ ન ખોલાય, નહીંતર તમને લકવો થાય



માનો યા ન માનો

નાનું બાળક જો વારેઘડીએ મોંમાં આંગળાં નાખ્યાં કરે તો તેના વાળ વધવાનું બંધ થઈ જાય છે.

રાત્રે નાહવાથી આર્થ્રાઇટિસ થાય છે એવી અહીં સજ્જડ માન્યતા છે.

જે દિવસે તમે કપડાંને ઇસ્ત્રી કરો એ દિવસે ફ્રિજ ન ખોલાય. જો એમ કરો તો અડધા અંગમાં લકવો પડી જાય છે. આ જ કારણોસર મોટા ભાગના લોકો આખા વીકની ઇસ્ત્રીનું કામ એક જ દિવસમાં પતાવી લે છે. જે વ્યક્તિએ ઇસ્ત્રી કરી હોય તેને એ દિવસ પૂરતી ફ્રિજ ખોલવાની મનાઈ હોય છે. એવું કહેવાય છે કે હૉટ ઍન્ડ કોલ્ડ બે ચીજો સાથે મળે તો માણસ માંદો પડી જાય છે.

ભોજનમાં ભાત કે ચોખાની આઇટમ ન હોય તો એ અધૂરું ભોજન ગણાય છે. અહીં મજૂરીનું કામ કરતા કામદારોને માલિક દ્વારા એક ટંક ભાતનું ભોજન આપવામાં આવે છે. કાયદા અનુસાર દિવસમાં એક વાર ભાત ન આપે તે માલિક સામે પગલાં લઈ શકાય છે.

કશુંક ધારદાર વાગે કે શરીરમાં ખૂંપી જાય ત્યારે એના પર કૉફીનો પાઉડર લગાવવાથી તરત લોહી બંધ થઈ જાય છે અને પાક નથી થતો એવું અહીંના લોકો માને છે.

હેડકી આવતી હોય તો કપાળ પર ભીનો કાગળ મૂકી રાખવાથી બંધ થઈ જાય છે.

બાળકને પહેલો દાંત ફૂટ્યો છે એ જે વ્યક્તિએ પહેલાં નોંધ્યું હોય તેણે તે બાળકને ગિફ્ટ લઈને આપવી પડે છે. જો એમ ન કરવામાં આવે તો તેના દાંત સારા નથી આવતા અને તે ચાલતાં શીખતી વખતે વારંવાર પડી જવાથી ઇન્જર્ડ થઈ શકે છે.

સ્ત્રીઓના પિરિયડ્સ ચાલતા હોય ત્યારે તેઓ કોઈ ખીલતા ફૂલ કે રોપાને હાથ ન લગાવી શકે. માસિક દરમ્યાન સ્ત્રીઓ જે પણ રોપાને હાથ લગાવે એ કદી છોડ કે વૃક્ષ બની શકતું નથી અને ટૂંક સમયમાં જ મરી જાય છે.

નવજાત શિશુને બીજાની નજરથી બચાવવા માટે કાળા દોરામાં કૉફીનું બી પરોવીને લગાવવામાં આવે છે.

જો પ્રેગ્નન્ટ સ્ત્રીને સાપ જોવા મળે તો તેનું બાળક જન્મતાં પહેલાં જ મરી જાય છે.

સૂરજ ઢળ્યાં પછી કદી ગરમ પાણી ગટર, વૉશબેસિન કે ટૉઇલેટમાં ઢોળી ન દેવાય. એવી માન્યતા છે કે એની નળીઓમાં શેતાન વસે છે. ગરમ પાણી અંદર જવાથી શેતાન બહાર આવી જાય છે અને તમારા પરિવારની સુખસમૃદ્ધિ છીનવી લઈ શકે છે.

જો તમારા ઘરને કોઈની નજર લાગી ગઈ છે એવું લાગતું હોય તો રાતના સમયે ઘરના આંગણે જઈને સૂ-સૂ કરી આવવાથી ખરાબ નજરથી પ્રોટેક્શન મળે છે.