કૈદ માંગી થી રિહાઈ તો નહીં માંગી થી તેરી ઝુલ્ફોં સે જુદાઈ નહીં માંગી થી

06 October, 2019 02:12 PM IST  |  મુંબઈ | B ફૉર બ્યુટી - આર. જે. મહેક

કૈદ માંગી થી રિહાઈ તો નહીં માંગી થી તેરી ઝુલ્ફોં સે જુદાઈ નહીં માંગી થી

પ્રતીકાત્મક તસવીર

તમે કહેશો શું મહેક આજના પ્રેમી ક્યાં રફીસાહેબે ગાયેલું ગીત ગાય છે?

પણ હકીકત એ છે કે આજકાલ પ્રેમિકાઓના વાળ પણ ક્યાં આવા હોય છે?

આજના યુથને રાત-દિવસ સતાવતો પ્રશ્ન એટલે હેરફૉલ અને ગ્રે હેર.

આપણી લાઇફ-સ્ટાઇલ જે રીતે બદલાઈ રહી છે એ જોતાં કહેવાનું મન થાય કે ‘યે તો હોના હી થા’.

નાની-નાની ઉંમરમાં ગ્રે હેર થવા માંડે એટલે આપણે એને કવર કરવા હેરકલર્સના શરણે જઈએ અને એમાં રહેલાં હાનિકારક કેમિકલ્સથી ગ્રે હેર થવાની સ્પીડ ડબલ થવા માંડે છે.

અને બીજી બાજુ સ્ટ્રેસના લીધે વાળ ખરવાની તકલીફો પણ વધતી જોવા મળે છે.

એનો સિમ્પલ ઉપાય છે કાંદા એટલે કે ડુંગળી.

કાંદામાં રહેલું સલ્ફર વાળને ફરીથી ઉગાડવામાં મદદ કરે છે. વાળ ખરતા રોકે છે. પાતળા વાળને ઘાટા બનાવે છે અને ખોડો એટલે ડૅન્ડ્રફથી પણ છુટકારો મળે છે.

ઘણા સંજોગોમાં નાની ઉંમરે પડતીની સમસ્યામાં વાળ ફરીથી ઊગતા જોયા છે અને નવા વાળ ઊગે છે.

એમાં રહેલાં ઑક્સિડન્ટ્સ વાળને ગ્રે કરવાની પ્રક્રિયા ધીમી પાડે છે. કાંદામાં રહેલી ઍન્ટિ-બૅક્ટેરિયલ પ્રૉપર્ટીઝ વાળને ઇન્ફેક્શનથી બચાવે છે, બ્લડ-સર્ક્યુલેશન વધારે છે જેનાથી વાળનો જથ્થો સારો થાય છે.

કાંદાના રસને તમે આ રીતે ઉપયોગમાં લઈ શકો છો.

એક કાંદો લઈ એમાં થોડું પાણી નાખી મિક્સરમાં ક્રશ કરી લો અને રસને ગાળી લો.

આ રસને તમે રૂમાં બોળી સ્કૅલ્પ પર લગાવો. લગભગ વીસથી પચીસ મિનિટ રાખી શૅમ્પૂથી વૉશ કરી લો. કાંદાની દુર્ગંધ પણ નહીં આવે. વાળ ખરવાની સમસ્યા જો ગંભીર હોય તો ૧ અઠવાડિયામાં ૩થી ૪ દિવસ તમે આ રસ લગાવી શકો છો. સામાન્ય સંજોગોમાં અઠવાડિયામાં ૧ વાર લગાવી શકાય. આ રસ પાંચ વર્ષથી લઈ કોઈ પણ ઉંમરનાં પુરુષો કે સ્ત્રી લગાવી શકે છે.

આ પણ વાંચો : નખની સુંદરતા વધારતો ટ્રેન્ડ જેલી નેઇલ આર્ટ

કાંદાના રસ સાથે તમે કોકોનટ ઑઇલ અથવા દીવેલ કે ઑલિવ ઑઇલ મિક્સ કરીને પણ લગાવી શકો છો. થોડી ધીરજ રાખીને નિયમિત રીતે આ ઉપાયો કરવાથી કારગર નીવડી શકે છે.

tips weekend guide