૪૬૦ કિલોનો ભારેખમ ફટાકડો

26 October, 2014 07:41 AM IST  | 

૪૬૦ કિલોનો ભારેખમ ફટાકડો











રેકૉર્ડ-મેકર - સેજલ પટેલ

એક તરફ ફટાકડા ફોડવાથી કેટલું પ્રદૂષણ થાય છે એનાં નગારાં પીટાય છે અને બીજી તરફ લાર્જેસ્ટ અને હેવીએસ્ટ ફટાકડાઓની રોશનીની હોડ થાય છે. ફટાકડાનો ફીવર ભારતમાં દિવાળીના સમયે વધારે હોય છે, જ્યારે વિદેશોમાં ન્યુ યર એટલે કે ૩૧ ડિસેમ્બરની રાતે ફાયર-ક્રૅકર્સ ફોડવામાં આવે છે. જપાનમાં થોડાક દિવસ પહેલાં ત્યાંના એક સ્થાનિક ફેસ્ટિવલના ભાગરૂપે જાયન્ટ ફાયરવર્કનું ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું, જેમાં એક ફટાકડો સબસે ભારી નીકળ્યો હતો.

ટોટલ ૪૬૦ કિલો વજનનો એક ફટાકડો ૧૨૦ સેન્ટિમીટર વ્યાસ ધરાવતો હતો. એમાં ઠાંસી-ઠાંસીને એટલો દારૂગોળો ભરવામાં આવ્યો હતો કે એ આસમાનમાં જાય ત્યારે આકાશને રોશનીથી નવડાવી દે. જપાનના કોનોસુ સિટીના સૌથી મોટા ગ્રાઉન્ડમાં યોજાયેલી એક ઇવેન્ટમાં લગભગ ૧૫,૦૦૦ જેટલા જાતજાતના ફટાકડાઓનું નિદર્શન થયા પછી આ જાયન્ટ ફટાકડાનો વારો આવ્યો હતો. રૉકેટ દ્વારા આ ફટાકડાને લૉન્ચ કરવામાં આવ્યો એ પછીની  લગભગ ૩૦ સેકન્ડ સુધી એ હવામાં ઊંચે લગભગ ૫૬૦ મીટરની ઊંચાઈએ ગયો હતો અને પછી એની રોશનીએ આકાશને ઝળાંહળાં કરી દીધું હતું.

લાર્જેસ્ટ ફાયરવક્ર્સ

૨૦૧૩ની ૩૧ ડિસેમ્બરે દુબઈના પામ જુમૈરાહ ટાપુ પર દુબઈ ગવર્નમેન્ટે એકસાથે લાખો રૉકેટ્સ હવામાં તરતાં મૂકીને લાર્જેસ્ટ ફટાકડાની રોશનીઓ કરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. આખા પામ જુમૈરાહનો આકાર રોશની થકી સ્પષ્ટ થઈ આવે એવી રીતે આ રોશની કરવામાં આવી હતી. ૪,૭૯,૬૫૧ ફટાકડાઓ એકસાથે ફોડવામાં આવતાં આખું આકાશ રોશનીથી ઝગમગી ઊઠ્યું હતું.