નરેન્દ્રભાઈ, ઓબામા અને મિશેલનો વાર્તાલાપ

12 October, 2014 07:00 AM IST  | 

નરેન્દ્રભાઈ, ઓબામા અને મિશેલનો વાર્તાલાપ


સાંઈરામનું હાયરામ - સાંઈરામ દવે

નરેન્દ્રભાઈ : (મૂછમાં હસીને) એલા દહ વરહથી તમે આડા ફાટક રાખીને બેઠા’તા ને પાછા ધોખા કરો છો?

ઓબામા : એલા હા, ઈ તો ભુલાઈ ગ્યું. ઈ તો શું વર્લ્ડમાં અમારા ‘માનવતાવાદી વલણ’નો ફાયદો લેવા જરાક વીઝા ન આપવાનું નાટક કર્યું’તું. બાકી મારા મનમાં સહેજ પણ દગો નથી. જુઓ જોઈ, કેવા દિલથી તમને આવકાર્યા.

નરેન્દ્રભાઈ : (મનમાં) હવે તો ક્યાં જાવું ભઈલા?

(ત્યાં ઓબામા તેની વાઇફ મિશેલનો પરિચય કરાવે છે.)

મિશુભાભી : નમસ્કાર નલાભાઈ. જે માતાજી.

નરેન્દ્રભાઈ : જે માતાજી ભાભી. પરિવાર મજામાં?

મિશુભાભી: હા ભાઈ, પણ આ સવાલ મારે તમને પૂછી શકાય? કારણ કે તમે તો...

નરેન્દ્રભાઈ : સો ટકા પૂછી શકાય, ભાભી... તમારી ફૅમિલીમાં ત્રણ જણા જ છે. મારે તો સવા અબજનો પરિવાર છે. હા હા હા હા...!

મિશુભાભી : રાઇટ-રાઇટ...! ઇટ્સ ગ્રેટ!

ઓબામા : મિશુ, એટલે જ તો ઇન્ડિયાના ભ્પ્નું રૅશનકાર્ડ દુનિયાભરમાં વખણાય છે. લોનું લેવા માટે...! હા હા હા જસ્ટ કિડિંગ...

મિશુભાભી : ઓકે નલાભાઈ, તમારા માટે હું સ્પેશ્યલ ખાટિયા ઢોકળાં શીખી છું. બનાવી લાવું?

નરેન્દ્રભાઈ : ના ભાભી, નોરતાના ઉપવાસ ચાલે છે.

મલિયા : (ઓબામાની દીકરી) ડૅડી, આ ઉપવાસ એટલે?

ઓબામા : બેટા, જેમ આપણા શ્લ્માં ‘ક્લાસ’ હોય, ‘માસ’ હોય એમ ઇન્ડિયામાં ‘વાસ’ હોય.

નરેન્દ્રભાઈ : નો નો બેટા. ઉપવાસ એટલે ફાસ્ટિંગ, ભૂખ્યા રહેવાનું...!

ઓબામા : લાઇક ગાંધીજી ઍન્ડ અણ્ણા હઝારે, રાઇટ?

નરેન્દ્રભાઈ : હમમમ...

સાશા : (ઓબામાની બીજી દીકરી) હેં મોદી અંકલ, મને ‘અચ્છે દિનની સ્ટોરી’ કહોને!

મિશુભાભી : (ખિજાઈને) બેટા, અંકલને અત્યારે યાદ ના હોય. આવતાં વેંત એવી અઘરી સ્ટોરી પુછાય?

ઓબામા : સમજ્યા કરો બેટા, ઈ સ્ટોરી હજી તો મોદી અંકલ બનાવી રહ્યા છે, રજૂ નથી કરી રાઇટ...? જાઓ રમો...

નરેન્દ્રભાઈ મોદી : હમમમ... ભાભી, પાણી આપોને.

(મિશુભાભી પાણી આપે છે અને નરેન્દ્રભાઈ બે લોટા પાણી પીને પરસેવો લૂછે છે. પછી મોદી ને ઓબામા હીંચકે એકલા બેસે છે.)

ઓબામા : હેય નરેન્દ્રભાઈ, વીઝાના મુદ્દે હજી નારાજ છો?

નરેન્દ્રભાઈ : ના યાર, પૉલિટિક્સમાં તો એવું હાલ્યા જ કરે.

ઓબામા : થૅન્ક્સ. એના બદલામાં શું સેવા કરું, બોલો?

નરેન્દ્રભાઈ : લાદેનની જેમ દાઉદનો ખેલ ખતમ કરી આપો.

ઓબામા : યાર, મેં સેવાનું પૂછ્યુ, સાહસનું નહીં. કોઈ મને પાણી આપો. (ઓબામા પરસેવો લૂછે છે.)

નરેન્દ્રભાઈ : કેમ ભઈલા, ફીણ આવી ગ્યા? હું હંધુંય જાણું છું હોં...!

ઓબામા : આઇ નો યાર, પણ ચૂંટણી માથે હતી એટલે લાદેનનું નાટક કરવું પડ્યું નહીંતર મારી ખુરશી કોક ખાઈ જાય એમ હતું...! લાદેન જીવે છે, વાત કરાવું?

નરેન્દ્રભાઈ : મને ખબર છે. આ તો તમારા મોઢે બોલાવવું’તું. બોલ, સેવા કરવી છે કે સાહસ?

ઓબામા : જે કહો ઈ મારા બાપ...! પણ પ્લીઝ, આ લાદેનવાળું કોઈને ખબર ન પડે નહીંતર...

નરેન્દ્રભાઈ : નહીંતર શું? મને ધમકી?

ઓબામા : અરે ના, નહીંતર લાદેન મને જ મારી નાખશે. તમે સેવાનું લિસ્ટ આપો સર...!

નરેન્દ્રભાઈ : ઇન્ડિયા જઈને પછી મોકલીશ, અત્યારે નોરતાં ચાલે છે. સાત્વિક વિચારો જ કરવાના હોય.

ઓબામા : હે ભગવાન...!

નરેન્દ્રભાઈ : હે અંબેમા! ઓબામાને સદ્બુદ્ધિ આપજો.

(વાર્તાલાપ પૂરો)

(આ વાર્તાલાપ સાવ કાલ્પનિક છે. પ્લીઝ, કોઈએ વેરિફાઈ કરવા મોદીસાહેબને કે ઓબામાને પત્ર ન લખવો.)