ક્યારે ગ્રાહક તરીકેની તમારી ફરિયાદ ગેરમાન્ય ઠરે?

29 December, 2012 07:52 AM IST  | 

ક્યારે ગ્રાહક તરીકેની તમારી ફરિયાદ ગેરમાન્ય ઠરે?



ગ્રાહક હેલ્પલાઇન - જહાંગીર ગાય


વિષય : ખરીદેલી વસ્તુઓ અથવા આપેલી સેવા જો કમર્શિયલ પર્પઝ માટે કરવામાં આવી હોય તો ગ્રાહક તરીકે કરેલી ફરિયાદ માન્ય કરાતી નથી.

બૅકડ્રૉપ : વેપારીઓ તેમ જ વ્યવસાયી સંસ્થાઓ ઘણી વાર ગ્રાહક ફરિયાદ નોંધે છે, જેને માન્ય રાખવામાં નથી આવતી. એનું કારણ એ છે કે વસ્તુ ખરીદદારી બાબતે અથવા તો આવી સર્વિસ આપવાનો હેતુ વ્યવસાયી - કમર્શિયલ છે એવું માની કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટ આ ફરિયાદને બાકાત રાખે છે. કમર્શિયલ પર્પઝ’ અને લાઇવલીહૂડ’નું ચોક્કસ અર્થઘટન શું થાય છે? આ શબ્દોની કોઈ ધારા કે નિયમ હેઠળ વ્યાખ્યા નથી કરવામાં આવી. એને બદલે એક સમય એવો હતો જ્યારે કમર્શિયલ પર્પઝ અને કમર્શિયલ ઍક્ટિવિટી વચ્ચે તફાવત જણાવાયેલો હતો. કમર્શિયલ પર્પઝ એટલે જ્યાં કોઈ વસ્તુ અથવા તો સેવાનો હેતુ સીધી રીતે નફો રળવાનો હોય. જ્યારે એનાથી વિરોધી, અન્ય વેપારી પ્રવૃત્તિ કે કમર્શિયલ ઍક્ટિવિટી જેનું સીધું પરિણામ નફો રળવાનું નથી હોતું. આ રીતનો તફાવત આલેખાયેલો હોવાને લીધે કમર્શિયલ પર્પઝ’ને લગતી ફરિયાદ બાકાત રાખવામાં આવે છે, પરંતુ કમર્શિયલ ઍક્ટિવિટીઝ’ને લગતી ફરિયાદને ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ સાંભળવામાં આવે છે. જોકે, તફાવત વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા હોવાને લીધે પરિણામ અત્યંત દ્વિધાજનક આવે છે અને એના દૃિક્ટકોણ તેમ જ ચુકાદા અલગ-અલગ આવે છે.

કેસ-સ્ટડી : હરિયાણાના સોનેપતના કામી ગામમાંની પુરાન મૂર્તિ એજ્યુકેશન સોસાયટીની તકરાર વીજળીના પુરવઠા બાબતે હતી. એણે સોનેપત ડિસ્ટ્રિક્ટ ફોરમમાં ઇલેક્ટ્રિક સપ્લાય ર્બોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ડિસ્ટ્રિક્ટ ફોરમે ફરિયાદને માન્ય રાખી અને સોસાયટીને આ બાબતસર રાહત આપી.

ઇલેક્ટ્રિક સપ્લાય બોર્ડે આ આદેશ સામે હરિયાણા સ્ટેટ કમિશનમાં અપીલ નોંધાવી. હરિયાણા સ્ટેટ કમિશને આ અપીલને એ એકમાત્ર મુદ્દે બાજુ પર મૂકી દીધી કે એજ્યુકેશન સોસાયટી એક ગ્રાહક તરીકે કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટ હેઠળ વ્યાખ્યાયિત નથી થતી. સ્ટેટ કમિશનનું આ તારણ પર પહોંચવાનું કારણ એ હતું કે એજ્યુકેશન સોસાયટીને અપાયેલું વીજળીનું જોડાણ નોન-ડોમેસ્ટિક જોડાણ હતું અને જે એજ્યુકેશન સોસાયટીના વ્યવસાયી સ્થળ પર હતું તેમ જ એનો ઉપયોગ કમર્શિયલ પર્પઝ માટે થતો હતો.

હતાશ થયેલી સોસાયટીએ નૅશનલ કમિશનમાં રિવિઝન પિટિશન નોંધાવી મદદ માગી. આ એક ભણતરની સંસ્થા છે અને એ વિદ્યાર્થીઓને જ્ઞાન આપવાનું કાર્ય કરે છે એટલે સોસાયટીએ સ્ટેટ કમિશને આપેલો ચુકાદો અયોગ્ય છે એવી દલીલ કરી. એનો કહેવાનો મુદ્દો એ હતો કે જે વીજળી ત્યાં વપરાતી હતી એ બજારમાં વેચવામાં આવતી કોઈ વસ્તુના ઉત્પાદન માટે નહોતી, પણ એનો ઉપયોગ વિદ્યાર્થીઓના લાભ અને સગવડ માટે કરાતો હતો. એટલે સોસાયટીના દાવા પ્રમાણે એનો અર્થ એમ થયો કે જે વીજળીની ઊર્જા‍ વપરાતી હતી એ સામાજિક કારણ માટે વપરાતી હતી અને આ મુદ્દો તરલ છે, જે વ્યવસાયી ધોરણ માટે નથી. સોસાયટીએ એવો દાવો પણ કર્યો કે જે વીજળીનું જોડાણ કરેલું હતું એ પણ વ્યાવસાયિક જોડાણ નહોતું, પણ નૉન-ડોમેસ્ટિક હતું. વળી વધુ દલીલ કરતાં એણે જણાવ્યું કે નૉન- ડોમેસ્ટિક’નો અર્થ વ્યાવસાયિક’ જ થાય એવું નથી અને સ્ટેટ કમિશને વીજળીનું જોડાણ વ્યાવસાયિક છે એવું માન્ય રાખી આ ફરિયાદને નકારી કાઢી હતી.

આ બધી દલીલોને નકારતાં નૅશનલ કમિશને અવલોક્યું કે પી. એમ. કૉલેજ ઑફ એન્જિનિયરિંગ ઍન્ડ પૉલિટેક્નિકના નામ હેઠળ આ એજ્યુકેશન સોસાયટી એક એન્જિનિયરિંગ કૉલેજ ચલાવે છે. નૉન-ડોમેસ્ટિક જોડાણથી આ કૉલેજમાં વીજળીનો પુરવઠો પહોંચતો હતો. જોકે, આ કૉલેજ અત્યંત પ્રામાણિકપણે ચૅરિટી કે દાન ધરમના હેતુથી ચાલે છે એવી કોઈ પણ પ્રકારની સાબિતી મળી નહોતી. ઊલટું, જ્યારે પ્રશ્ન પુછાયો ત્યારે સોસાયટીએ કબૂલ કર્યું હતું કે તેઓ વિદ્યાર્થીઓને મફત ભણતર નથી આપતા, પણ એ માટે તેમની પાસે ચાર્જ કરવામાં આવે છે. તમામ પાસાં તરફ નજર કરતાં, નૅશનલ કમિશનના બેન્ચ પર બેઠેલા જસ્ટિસ જે. એમ. મલિક અને મિસ્ટર વિનય કુમારે જણાવ્યું કે આ જોડાણ ભલેને નૉન-ડોમેસ્ટિક જોડાણ હતું એમ છતાં એ કમર્શિયલ પર્પઝ માટેનું હતું. એ મુજબ, નૅશનલ કમિશને આ કોઈ ગ્રાહક તકરાર નથી એટલે આ ફરિયાદ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટ હેઠળ ન સાંભળી શકાય એવો સ્ટેટ કમિશનનો આદેશ માન્ય રાખ્યો. (પુરાન મૂર્તિ એજ્યુકેશન સોસાયટી વર્સસ એસ.ડી.ઓ. (ઓ.પી.), સબ-ડિવિઝન શ્ણ્ગ્સ્ફ્ન્ના કેસમાં તારીખ ૧૪-૧૨-૨૦૧૨ને રોજ અપાયેલો ચુકાદો)

ઇમ્પૅક્ટ : આ મુદ્દા માટેનો કાયદો સ્પક્ટ ન હોવાને લીધે ચુકાદો સમયાંતરે ફેરફાર થતી જુડિશ્યલ ચર્ચાવિચારણાને આધારે લેવાયો છે. એટલે હાલના કાયદા પ્રમાણેની ચર્ચાવિચારણાને આધારે વ્યવસાયી વિકાસને લગતા વીમાના દાવા બાબતની તકરાર સાંભળવામાં આવે છે. એનું કારણ એ છે કે વીમો નફા માટે નથી, પણ થયેલા નુકસાનની ભરપાઈ માટે છે. એ જ રીતે ‘લાઇવલીહૂડ’ શબ્દનું અર્થઘટન એ થાય કે વસ્તુ કે સેવાનો ઉપયોગ વ્યક્તિ વ્યક્તિગત વપરાશની રીતે કરી પોતાની આવક રળવા માટે કરે. એટલે સામાન્ય શબ્દોમાં કહીએ તો મોટા પાયા પરની પ્રવૃત્તિ હોય અથવા તો વ્યવસાયમાં લોકોને નોકરિયાત તરીકે લેવામાં આવ્યા હોય તો એ ફરિયાદને ગ્રાહક તકરાર તરીકે જોવામાં ન આવે, સિવાય કે ગ્રાહક સુરક્ષા ધારાએ કમર્શિયલ પર્પઝ માટે ચોક્કસ ફેરફાર કર્યો હોય. આ માટે વ્યવસાયી સ્થાનકોએ એમની વીમાના દાવા સિવાયની તમામ તકરાર માટે સામાન્ય સિવલ ર્કોટમાં જવું સલાહભરેલું છે, કે જે કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટ હેઠળ સાંભળી શકાય છે.