‘નીતિમંજરી’ના શ્લોકોમાં છે નૈતિકતાનો માર્ગ

04 August, 2012 08:45 AM IST  | 

‘નીતિમંજરી’ના શ્લોકોમાં છે નૈતિકતાનો માર્ગ

 

(પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ)

 

સિંહાદેકં બકાદેકં ષટ

શુન સ્ત્રીણિં ગર્દભાત

વાય સાત્ય શિક્ષેચ્ચ

ચત્વારિ કુક્કુટાદપિ

- ‘નીતિમંજરી’

 

 એ ખરેખર તો ‘નીતિમંજરી’નાં છે. ‘નીતિમંજરી’ ભારતીય ધર્મશાસ્ત્રનો એક ભાગ છે. મહુવામાં ખોજાઓ પણ શ્રાવણિયા સોમવારના ઉપવાસ કરતા. આ વખતે રમઝાન અને શ્રાવણ ભેગા આવ્યા છે એટલે બન્ને ધર્મીઓને ઉપવાસનું બેવડું પુણ્ય મળશે (જો એવી શ્રદ્ધા હોય તો).

 

ઉપરનો જે શ્લોક છે એવા ‘નીતિમંજરી’માં ઘણા શ્લોક છે અને એને મઢવા જેવા છે. ‘નીતિમંજરી’માં લખ્યું છે કે માનવે દરેક પ્રાણી પાસેથી પણ ગુણ શીખવા જેવા છે. સિંહ પાસેથી એક ગુણ. બગલા પાસેથી પણ એક ગુણ. કૂતરા પાસેથી છ ગુણ અને ગધેડા જેવા પ્રાણી જેને તુચ્છ ગણીએ છીએ એ માત્ર અને માત્ર સેવા કરનારા પ્રાણી પાસેથી ત્રણ ગુણ શીખવાના છે. કયા-કયા?

 

સિંહનો એક ગુણ છે કે એ ભૂખ્યો થાય તો પોતે જ શિકાર શોધવા નીકળે. બીજાએ કરેલા શિકાર હરગિજ ન ખાય. માનવ જ એક પ્રાણી છે જેને બીજાની મહેનતનું હરામનું ખાવું ગમે છે. સગા ભાઈએ પણ તેના ભાઈની આવક પર ન જીવવું. સિંહ પાસેથી શીખવું કે ચારેકોર નજર ફેરવીને પછી હિંમત કરીને સિંહની માફક જોખમ ઉઠાવવું.

 

બગલાના ગુણ છે કે એ શાંત થઈને અને બધી ઇન્દ્રિયો સંકોરી દઈને ધીરજથી ઊભો રહે છે. એ રીતે માનવે પણ દેશ અને કાળ તેમ જ સંયોગો જોઈને તેના સાચા સમયની ધીરજથી રાહ જોવી. કૂતરાના ગુણોમાં એ પેટ ભરીને જમવા માગે છે છતાં થોડામાંય રાજી રહે છે. કૂતરો પૂરી નિદ્રા લે છે પણ આફત આવતાં તુરંત જાગીને માલિકની રક્ષા કરે છે. તેના માલિકનો વફાદાર ભક્ત બની રહે છે. આજકાલ આપણા લોકો ફૂંકી-ફૂંકીને બની શકે એટલું ઓછું કામ કરવાની વૃત્તિવાળા થતા જાય છે. ગધેડો તો થાકી ગયો હોય તો પણ થાક્યા પછીયે કામ કરતો રહે છે. ટાઢ-તડકો ગણતો નથી. સદા સંતોષી રહે છે. કાગડાના પાંચ ગુણ - છૂપી રીતે જ મૈથુન કરવું, સમય આવે અને લાગ જોઈને લુચ્ચાઈ બતાવે, પ્રમાદ રાખ્યા વગર જ સમયોચિત ઘર-માળો બાંધે. કૂકડાના ચાર ગુણ - સમય આવે લડવામાં હોશિયાર બને, સવારે વહેલા ઊઠી જવું, કુટુંબીજનો સાથે જ ભોજન કરવું અને આફત આવતાં સૌપ્રથમ જાનને ભોગે સ્ત્રીનું (કૂકડી-મરઘીનું) રક્ષણ કરવું.

 

સસ્તું સાહિત્ય મંદિરે ‘નીતિમંજરી’નું ૩૧૨ પાનાંનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. એનાં જૂનાં સુભાિષતો એકવીસમી સદીમાં પણ ઉપયોગી અને અનુસરવા જેવાં છે.

 

અગ્નિહોત્રં ગૃહં ક્ષેત્રં, મિત્રં ભાર્યા સુતં શિશુમ||

રિક્ત પાણિનં પશ્યેત રાજાનં દેવતા ગુરુમ||

 

અર્થાત્ નિષ્ઠાવાન બ્રાહ્મણ પાસે (અગ્નિહોત્રી) પોતાના પુત્ર પાસે કે બહારગામથી આવીને પત્ન્ાી પાસે કે તેના ખેતર પાસે કે રાજા પાસે કે બાળક પાસે કે દેવતા પાસે અને ગુરુ પાસે કદી ખાલી હાથે ન જવું. મારા રજનીશી મિત્ર આત્મારામજી તથા સૌરાષ્ટ્રના સોની જયેશ ઝવેરી કદી મારા ઘરે ખાલી હાથે ન આવે, ફળ તો લેતા જ આવે. મારા ગામમાં કુંવરબહેન ગરીબ ખેડૂતબાઈ હતી, પણ મારા પિતાને મળવા આવે ત્યારે ખેતરના બાજરાનો પોંક કે સિંગના ઓળા લઈને જ આવતી.’

 

મથાળાના શ્લોકને અનુરૂપ બીજો શ્લોક છે, ‘ઉત્તમં સ્વાજિતં મુક્તં મધ્યમં પિતૃરજિતમ- જે ભોગ પોતે કમાયેલા ધનથી જ ભોગવાય એ ઉત્તમ છે. પિતાનું ધન ભોગવનાર બે પાંદડે નહીં થાય. એ નીચલી મધ્યમ કક્ષાનું ધન છે. ભાઈની મદદથી મળેલું ધન અધમ છે! તેનાં સંતાનો બેવકૂફ થાય છે.’ છેલ્લું સુભાષિત મને ઉત્તમ લાગે છે.

 

ચિન્મિત્રં

 

ન કિતકસ્ય ચિન્મિત્રં ન કિતકસ્યચિરિપુ,

કારણેન હિ જાયન્તે મિત્રાણિ રિપવસ્તથા.

 

આ દુનિયામાં કોઈ કોઈનો મિત્ર નથી તેમ જ કોઈ કોઈનો શત્રુ નથી. મિત્રો કે શત્રુઓ માત્ર ચોક્કસ કારણ થકી જ પેદા થાય છે. આ સુભાષિત મઢીને રાખવા જેવું છે.