દક્ષિણ ભારતનું ચેરાપુંજી એટલે વાલપરાઈ

20 January, 2019 10:10 AM IST  |  | દર્શિની વશી

દક્ષિણ ભારતનું ચેરાપુંજી એટલે વાલપરાઈ

વાલપરાઈ ઘાટ રોડઃ નીચેથી ઉપરની તરફ વાલપારી જતા રસ્તામાં 40 હેરપિન બેન્ડ્સ આવે છે. આવા ઝીગઝેગવાળા રસ્તા પરથી પસાર થવું પણ એડવેન્ચર છે.

ટ્રાવેલ-ગાઇડ

ક્રિસમસનું વેકેશન આમ તો ક્યારનું પૂરું થઈ ગયું છે, પરંતુ જો તમે ઑફ પિરિયડમાં એટલે કે અત્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ફરવા જવાનું વિચારી રહ્યા હો તો વાલપરાઈ ટ્રાય કરી શકાય છે. મોટા ભાગના લોકોને માટે વાલપરાઈ નવું નામ છે તેમ જ એના વિશે ઘણાને ખબર પણ નથી. વાંધો નહીં, આજે આપણે એના વિશે જ વાત કરવાના છીએ. નામ પરથી ઘણાને અંદાજ તો આવી જ ગયો હશે કે આ કોઈ સાઉથનું સ્થળ છે. હા... આ સ્થળ સાઉથમાં જ આવેલું છે. તામિલનાડુના કોઇમ્બતુરમાં વાલપરાઈ સ્થિત છે જે અહીંનું એક હિલ-સ્ટેશન પણ છે. એક મિનિટ એક મિનિટ... તમને થતું હશે કે અત્યારે ઠંડીમાં વળી હિલ-સ્ટેશન પર કોણ જાય? એક તો ઠંડીનો વધી રહેલો પારો અને બીજી તરફ હિલ-સ્ટેશન પર જવાનો વિચાર... યે બાત કુછ હજમ નહીં હુઈ... તો ચાલો આગળ થોડી માંડીને વાત કરીએ.

 

આગળ કહ્યું એમ વાલપરાઈ તામિલનાડુના કોઇમ્બતુર વિસ્તારમાં આવેલું નાનકડું પણ ગમતીલું એવું હિલ-સ્ટેશન છે. પãમ ઘાટની અન્નામલાઈ હિલ પર આવેલું વાલપરાઈ સમુદ્રની સપાટીથી ૩૫૦૦ ફીટ ઊંચે આવેલું છે. પ્રદૂષણથી મુક્ત અને શહેરથી દૂર એવા વાલપરાઈમાં દૂર-દૂર સુધી ફક્ત ને ફક્ત લીલા રંગની ચાદર ઓઢીને બેસેલાં પવર્તોષ અને વિશાળ જંગલો જ જોવા મળશે. ઍડ્વેન્ચર પ્રિય ટૂરિસ્ટોને અહીં સુધી આવવાનો માર્ગ ખૂબ ગમશે, કારણ કે અહીંના રસ્તા હેરપિન બૅન્ડ્સ (હેરપિનના આકારના જેવો વળાંકવાળો રસ્તો) જેવા છે એટલે કે નીચેથી ઉપર વાલપરાઈ સુધી જતાં વચ્ચે 40 હેરપિન બૅન્ડ્સ આવે છે. એટલે પ્રવાસ કેટલો થિþલથી ભરેલો હશે એનો અંદાજ મળી ગયો હશે. પરંતુ ઉપર પહોંચ્યા પછી કુદરતી સૌંદર્યથી છલોછલ અને ગ્રીનરીથી ભરપૂર વાલપરાઈ મુસાફરીનો બધો થાક ઉતારી દેશે. એક તો વાલપરાઈ ઊંચાઈ પર આવેલું છે, જેને લીધે કોઇમ્બતુરમાં સૌથી વધુ વરસાદ નોંધાવે છે; જેથી અહીં હરિયાળીની કોઈ કમી નથી તો બીજી તરફ અહીં મોટા ભાગનો એરિયા ચાના બગીચાથી આચ્છાદિત છે જેથી અહીં ગ્રીન સિવાય બીજો કોઈ રંગ જોવા મળશે નહીં. ચા અને કૉફીનો વાલપરાઈ સાથેનો નાતો વર્ષો જૂનો છે. ૧૮૪૬ની સાલમાં અહીં પ્રથમ વખત કૉફીનું પ્લાન્ટેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને આજે આ ચા અને કૉફી અહીંના અર્થતંત્રનો મુખ્ય આધાર છે. અહીં રહેતા મોટા ભાગના લોકો આ જ ક્ષેત્રની સાથે જોડાયેલા છે. આ સ્થળને ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વધુ વિકસાવવા માટે સરકાર ટૂરિસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે મળીને પ્લાન ઘડી રહી છે. તામિલનાડુમાં હોવાથી સ્વાભાવિક રીતે અહીંની ઑફિશ્યલ ભાષા તામિલ છે. તેમ જ જનસંખ્યા 70,000ની આસપાસ છે. હવે મૂળ સવાલ પર આવીએ કે ઠંડીની સીઝનમાં અહીં આવવાનું કેમ વિચારાય? તો એનો જવાબ એ છે કે અહીં આમ તો બારે મહિના ખુશનુમા વાતાવરણ રહે ïછે, પરંતુ ઠંડીની મોસમમાં પણ અહીંનું તાપમાન સહન થઈ શકે એવું સૌમ્ય હોય છે. એથી શિયાળામાં અહીં ફરવાની મજા આવે છે. બીજું કારણ એ કે સાઉથમાં આવેલાં અન્ય આવાં જ સમાન ફીચર ધરાવતાં ડેસ્ટિનેશન જેવાં કે કોડાઇકેનાલ, કુર્ગ, ઊટી વગેરે પીક અને ઑફ સીઝનમાં પણ ટૂરિસ્ટોથી ભરાયેલાં હોય છે તેમ જ આ સ્થળો હવે પૉકેટ-ફ્રેન્ડ્લી પણ રહ્યાં નથી એવા સમયે વાલપરાઈ બેસ્ટ ડેસ્ટિનેશન ઑપ્શન તરીકે જોવા મળે છે. ઓછા બજેટની સાથે થોડા શાંતિભર્યા વાતાવરણમાં ફરવા માગતા ટૂરિસ્ટો માટે વાલપરાઈ બેસ્ટ રહેશે. કુદરતી સોંદર્ય, લીલોતરી તથા ચા અને કૉફીના પ્લાન્ટેશન ઉપરાંત અહીં વાઇલ્ડલાઇફ, ડૅમ, વૉટરફૉલ્સ પર પણ ફરવાની મજા પડશે. આ સિવાય આજની જનરેશનની ફેવરિટ ઍક્ટિવિટી જેવી કે ટ્રેકિંગ, બાઇસાઇક્લિંગ અને બર્ડ-વૉચિંગની પણ અહીં ફુલ મજા લઈ શકાય છે.

બેસ્ટ વ્યુ પૉઇન્ટ

અહીંનો પ્રાઇમ અને બેસ્ટ સ્પૉટ અન્નામલાઈ ટાઇગર રિઝવર્નાા પ્રોટેક્ટેડ એરિયામાં આવેલો ગ્રાસ હિલ એરિયા છે, જેની ફરતે પવર્તો્ અને સુંવાળું ઘાસ છે. અહીં આવવા માટે વાઇલ્ડલાઇફ વૉર્ડન પાસેથી સ્પેશ્યલ મંજૂરી મેળવવી પડે છે. આ એરિયા વાલપરાઈથી 15 કિલોમીટરના અંતરે આવેલો છે જે ઇન્દિરા ગાંધી વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરી અને નૅશનલ પાર્કનો એક હિસ્સો પણ છે જ્યાં પ્રાણીઓ મુક્તપણે ફરતાં જોવા મળે છે. જોકે હવે એમની સલામતીને ધ્યાનમાં રાખીને સરકાર સાવધાનીનાં તમામ સંભવ પગલાં લઈ રહી છે. લોમ્સ વ્યુ પૉઇન્ટ પર વાલપરાઈ આવનારા ટૂરિસ્ટો એક વાર તો અચૂક આવે જ છે. અહીંની ખાસિયત એ છે કે આ પૉઇન્ટ પરથી નીચે આવેલો આલિયાર ડૅમ અને પãમ ઘાટ પર આવેલા પવર્તોતનો રમણીય નજારો જોવા મળે છે. અહીં આસપાસના વિસ્તારોમાં નીલગીરી થાર અને મોટી સંખ્યામાં વાંદરા જોવા મળે છે. વાલપરાઈ સુધી જતાં રસ્તામાં થાલનર વૅલી આવે છે. જ્યાંથી શોલયર વૅલી અને વેલોની વૅલીની અદ્ભુત સુંદરતા નજરે ચડે છે. વાલપરાઈમાં ઢગલાબંધ ડૅમ અને ધોધ જોઈને જો નહાવાની ઇચ્છા થાય તો નજીકમાં કુઝહંગાલ રિવર આવેલી છે જેના ચોખ્ખા અને ઠંડા પાણીમાં ડૂબકી મારવાની ઇચ્છા થાય તો એ પૂરી કઈ લેવી. આ રિવરમાં નહાવા માટે એક જગ્યા નિયત કરેલી છે જ્યાં ટૂરિસ્ટો મન ભરીને સ્નાન કરી શકે છે. કુદરતના ખોળે આકાર પામેલો એવો વધુ એક પૉઇન્ટ છે નાલ્લામુડી પૉઇન્ટ, જેની ટોચેથી નીચે રહેતા અહીંના આદિવાસીઓનાં ઘર, નદી અને વૉટરફૉલ્સ દેખાઈ આવશે. આમ તો વાલપરાઈમાં ખ્રિસ્તી લોકોની વસ્તી ઘણી જૂજ છે તેમ છતાં અહીં થોડાં વર્ષ પૂર્વે એક ભવ્ય ચર્ચનું નર્મિાણ કરવામાં આવ્યું હતું. ટી પ્લાન્ટેશનના એરિયાની વચ્ચોવચ આ ચર્ચ બનાવવામાં આવ્યું છે જેનું નામ કરામલાઈ અન્નઈ વેલાનકાની ચર્ચ છે. ગ્રીનરીની વચ્ચે ખડું કરવામાં આવેલું આ ચર્ચ દૂરથી પણ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં અહીં વાર્ષિક મહોત્સવનું આયોજન થાય છે. આવું જ વધુ એક સુંદર અને પ્રસિદ્ધ મંદિર છે બાલાજીનું, જે કરામલાઈમાં જ આવેલું છે. વાલપરાઈથી ૧૦ કિલોમીટરના અંતરે આવેલું બાલાજી મંદિર ખાનગી ચા કંપનીના માલિકે બનાવેલું છે. મોટા ભાગના ટૂરિસ્ટો અહીં સ્ટૉપ રાખતા જ હોય છે.

 

અહીંથી નીચે આવેલા ડેમનો સુંદર નજારો દેખાય છે

વાઓ વાઇલ્ડલાઇફ

વાલપરાઈ ચાર નૅશનલ પાર્કની સાથે બૉર્ડરથી જોડાયેલું છે, જેમાં અન્નામલાઈ ટાઇગર રિઝવર્‍, પરાભિકુલમ ટાઇગર રિઝવર્‍, ઇરાવીકુલમ નૅશનલ પાર્ક અને વાઝચલ ફૉરેસ્ટ રિઝવર્નોલ સમાવેશ થાય છે; જેના પરથી અંદાજ લગાવી શકો છો કે અહીં વાઇલ્ડલાઇફ વલ્ર્ડ કેટલું જબરદસ્ત હોઈ શકે છે. અહીં હાથી, જંગલી ડુક્કર, ચિત્તા અને અન્ય વાઇલ્ડ પ્રાણીઓ ઠેકઠેકાણે જોવા મળી રહેશે. આ સિવાય નીચેથી ઉપર વાલપરાઈમાં જતાં વચ્ચે ઇન્દિરા ગાંધી ઍરર્પોટ વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરી પણ આવે છે. અહીં સિંહની જેમ પૂંછડી ધરાવતા વાંદરા, નીલગીરી ગાય, લંગૂર, ગૌર, રૂપાળાં હરણ, સાબર, અવાજ કરતાં હરણ, જંગલી ડુક્કર જોવા મળશે. આ સિવાય માલાબાર લાંબી અને કદાવર ખિસકોલી અહીંનું મુખ્ય આકર્ષણ છે. જોકે છેલ્લા થોડા સમયથી અહીં શિકારની પ્રવૃત્તિ વધી રહી હોવાથી અહીં ઘણાખરા વિસ્તારમાં ટૂરિસ્ટોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અહીંના વાઇલ્ડલાઇફ વિસ્તારોને ફોટોગ્રાફર્સનું હેવન પણ કહી શકાય છે.

અહીં વાઈલ્ડલાઈફનો પણ ખજાનો છે

ડૅમ અને વૉટરફૉલ્સ

વાઇલ્ડલાઇફથી મન ભરાઈ જાય તો વાલપરાઈની નજીકમાં થોડા-થોડા અંતરે ત્રણ ડૅમ છે. આલિયાર, શોલયર અને નિરાર ડૅમ. આલિયાર ડૅમ તરફ ટૂરિસ્ટોનો ધસારો વધારવા માટે અહીં નજીકમાં એક પિકનિક પૉઇન્ટ એરિયા બનાવી દીધો છે; જેમાં મિની થીમપાર્ક, ઍક્વેરિયમ અને ગાર્ડન જેવું બનાવી દીધું છે. અહીં બાળકોને આવવું ગમશે. આ ડૅમ જોવા માટે એન્ટ્રી-ફી લેવાઈ છે. તેમ જ ડૅમ જોવા માટે સવારે નવથી સાંજે છ વાગ્યા સુધીમાં આવી શકાય છે. અહીં આવેલો શોલયર ડૅમ એશિયાનો બીજો સૌથી ઊંડો ડૅમ છે જેને જોવા માટે ટૂરિસ્ટો અહીં આવતા હોય છે. આ ડૅમ વાલપરાઈથી વીસ કિલોમીટરના અંતરે છે. આવા સરસ કુદરતી સ્થળે બનેલા ઊંડા ડૅમને જોવા સ્વાભાવિકપણે ટૂરિસ્ટો અહીં આવી પહોંચે છે. આસપાસનાં સ્થળોની વિવિધ જરૂરિયાતો જેવી કે સિંચાઈ, હાઇડ્રો ઇલેક્ટિÿસિટીનું ઉત્પાદન વગેરેને પૂરી કરવા માટે નિરાર ડૅમ બાંધવામાં આવેલો છે. જંગલની વચ્ચે બનેલા આ ડૅમને ખૂબસૂરતી પણ કુદરતી રીતે મળી છે.

 

આ છે વાલપરાઈનો સૌથી પ્રસિદ્ધ ધોધ

 

જંગલ ઉપરાંત નજીકમાં આવેલા વૉટરફૉલ્સ અહીંના આકર્ષણમાં વધારો કરે છે. વરસાદ વધુ વરસતો હોવાથી સ્વાભાવિક રીતે અહીં ધોધ પણ હોવા જોઈએ એવી તમે કરેલી ધારણા સાચી છે. આલિયાર ડૅમ કરતી વખતે સાથે મન્કી ફૉલ્સ કરી શકાય છે. આ બન્ને બાજુ-બાજુમાં જ છે જ્યાં પ્રવેશવા માટે આગળ ચેકપોસ્ટ પર ફી ભરવાની રહેશે. એમાં પણ સવારે 9 વાગ્યાથી લઈને સાંજે ૬ વાગ્યા સુધી ટૂરિસ્ટોને પ્રવેશ કરવા દેવામાં આવે છે. અહીં પડતો ધોધ વાંદરાની ચાલે પડે છે એટલે કે જેવી રીતે વાંદરાને નીચે ઊતરવું હોય તો તે સામસામેની ડાળી અથવા પથ્થર પર જમ્પ કરીને નીચે આવે છે એવી રીતે આ વૉટરફૉલ ઉપરથી નીચે વહે છે. આ જ કારણસર આ સ્થળનું નામ મન્કી ફૉલ્સ પડી ગયું હતું. અહીંથી વાલપરાઈના ૪૦ હેરપિન બૅન્ડ્સ શરૂ થાય છે. શોલયર ડૅમની નજીકમાં અથિરપલ્લી ફૉલ્સ આવે છે જ્યાં ૮૦ ફીટની ઊંચાઈએથી ધોધ વહે છે. આટલી ઊંચાઈએથી નીચે પડતો ધોધ અને બાજુમાં આવેલું ગાઢ હરિત જંગલનું કૉમ્બિનેશન ફોટોગ્રાફી માટે બેસ્ટ સ્પૉટ બને છે. ચિન્નકાલર ભૌગોલિક દૃãક્ટએ ઘણું મહkવનું સ્થાન ધરાવે છે. અહીંનો વૉટરફૉલ્સ જે અહીંનો સૌથી સુંદર ધોધ છે. અહીં બારે મહિના લીલોતરી અને પાણી જોવા મળે છે. ચેરાપુંજી બાદ આ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાય છે. અહીં આસપાસ મોટા-મોટા બામ્બુનાં ઝાડ છે. આવી સુંદર કુદરતી ચિત્રકારીને લીધે ચિન્નકાલર ફૉલ્સનો નજારો ખૂબ જ રમણીય બને છે.

ચલો કુછ તુફાની કરતે હૈં!

ઍડ્વેન્ચર માટે આજના યંગસ્ટર્સ ઑલવેઝ રેડી હોય છે અને જો એમાં બાઇસિક્લિંગ અને ટ્રેકિંગની વાત આવે તો પછી ક્યા કહના... હિલ-સ્ટેશનની સુંદરતાને મન ભરીને માણવી હોય તો બાઇસિક્લિંગ સૌથી બેસ્ટ ઑપ્શન રહેશે. વાંકાચૂંકા છતાં વેલ-મેઇન્ટેન્ડ કહી શકાય એવા રસ્તા પર બાઇસિક્લિંગ કરતાં આજુબાજુના સુંદર નજારાને માણવાનો આનંદ એક સૌંદર્યપ્રેમી જ જાણી શકે છે. કુદરતી સૌંદર્ય ખૂટતું હોય એમ અહીં આસપાસ આવેલા ચાના બગીચા સૌંદર્યમાં સુગંધનો ઉમેરો કરે છે.

આ પણ વાંચોઃ ઐતિહાસિક અને શૂરવીરતાની ભૂમિ એટલે રાણી લક્ષ્મીબાઈનું ઝાંસી

અન્નામલાઈ હિલના જંગલમાંથી પસાર થતા અને થોડા સ્લિપરી તેમ જ કઠિન પરંતુ સૌંદર્યથી ભરપૂર એવા રસ્તા પર ટ્રેકિંગ કરવાનો એક લહાવો છે. અહીં બે પ્રકારના ટ્રેકિંગ થાય છે, એક છે સૉફ્ટ ટ્રેકિંગ જેમાં ચાના બગીચામાંથી થઈને ગ્રાસલૅન્ડ પર ટ્રેકિંગ કરવામાં આવે છે; જ્યારે બીજું છે માઉન્ટેઇનિંગ ટ્રેકિંગ જેમાં ઊંચા પહાડો પર ટ્રેકિંગ કરવા મળે છે.

થુમ્બુરમુઝી ડેમ પર બાંધવામાં આવેલો છે આ રોપ બ્રિજ

પ્રકૃતિની નજીક હોઈ અહીં બર્ડ-વૉચિંગનો પણ ચાન્સ મળી રહેશે. જંગલની અંદર થþસ (ચકલીના જેવું નાનું પક્ષી), ઇગ્રીટ (લાંબી પંૂછવાળો બગલો) અને હૉર્નબિલ પક્ષીના સુમધુર રણકારથી એની આસપાસનો વિસ્તાર રણકી ઊઠે છે વહેલી સવારે અને સાંજના સમયે અહીં જંગલની આસપાસ અનેક પક્ષીઓ જોવા મળે છે. એથી સાથે કૅમેરો લઈ જવાનું ભુલાય નહીં. આ અનુભવ તમારા તન અને મન બન્નેને ફ્રેશ કરી દેશે. પણ એક વાત યાદ રહે, આ જંગલો ગાઢ હોવાથી સાથે ગાઇડ હોવો જરૂરી છે