રોકાણકારો પાસેથી પૈસા પડાવી કંપની બંધ થઈ જાય ત્યારે...

01 September, 2012 10:19 AM IST  | 

રોકાણકારો પાસેથી પૈસા પડાવી કંપની બંધ થઈ જાય ત્યારે...

 

(ગ્રાહક હેલ્પલાઇન - જહાંગીર ગાય)

 

કેસ સ્ટડી : મણિપાલ સૌભાગ્ય નિધિ લિમિટેડ નામની કંપનીએ ગોવામાં ઑફિસ ખોલી, જેમાં રોકાણકારોને લલચાવનારી સ્કીમ બતાવી આકર્ષવામાં આવ્યા. સ્કીમ લેનારા ઘણા રોકાણકારો સિનિયર સિટિઝન હતા. તેમનું ગુજરાન રોકાણમાંથી મળતા વ્યાજ પર જ ચાલુ હતું. થોડા જ વર્ષમાં કંપનીએ પોતાની ગોવા ઑફિસ બંધ કરી દીધી અને રોકાણકારોના પૈસા પચાવી પાડ્યા.

કંપનીની આ છેતરામણી સામે લડવા માટે રોકાણકારોએ ‘ઑલ ગોવા મણિપાલ ફાઇનૅન્સ ગ્રુપ ઑફ કંપનીઝ ક્રેડિટર્સ અસોસિએશન’ નામનું ઑર્ગેનાઇઝેશન જેવું ગ્રુપ બનાવ્યું. ઉપભોક્તાઓએ સૌપ્રથમ ગોવા સ્ટેટ કમિશન પાસે પોતાની ફરિયાદ નોંેધાવી. કંપનીએ ક્લેમ કયોર્ કે આ કેસ મણિપાલના કમિશનમાં નોંધાવવો પડશે, કારણ કે કંપનીની રજિસ્ટર્ડ ઑફિસ ત્યાં છે. કંપનીએ તેના બચાવમાં એમ પણ જણાવ્યું કે ગ્રાહક ફરિયાદનો દાવો નહીં થઈ શકે કારણ કે કંપનીપિટિશન પહેલેથી જ કર્ણાટક હાઈ કોર્ટમાં પેન્ડિંગ પડી છે.

જુલાઈ ૨૦૦૪માં કંપનીએ દાખવેલા ઑબ્જેક્શન માટે સ્ટેટ કમિશને કહ્યું હતું કે ફરિયાદ ગોવામાં થઈ શકે, કારણ કે કંપનીએ રોકાણકારોની રકમ ગોવા ઑફિસમાં સ્વીકારી હતી અને આદેશ આપ્યો કે કંપની રોકાણકારોની રકમ વ્યાજ સાથે તેમને પાછી આપે. એને પગલે કંપનીએ નૅશનલ કમિશનમાં અપીલ કરી. જોકે નૅશનલ કમિશને પણ કંપનીને ૨૯૬ રોકાણકારોને તેમની રકમ પર ૯ ટકા વ્યાજ અને ૨૦૦૦ ખર્ચ પેટે આપવા કહ્યું. એ પછી સુપ્રીમ કોર્ટમાં ગયેલી કંપનીની પિટિશન પણ કોર્ટે સ્વીકારી નહીં.

જોકે કંપની રોકાણકારોને તેમના પૈસા પાછા આપવામાં નિષ્ફળ રહી. સિવિલ કાર્યવાહીથી પોતાના રોકાણના પૈસા ન મળવાને કારણે રોકાણકારોએ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર તોન્સે નારાયણ એમ. પૈને કાયદાકીય આદેશનું પાલન ન કરવા માટે. ફોજદારી કાર્યવાહી કરવા માટેની કમિશનને અરજી કરી. તેમણે પોતાના બચાવમાં કહ્યું કે તેઓ મૂળ ફરિયાદમાં તેમને જોડવામાં આવ્યા નહોતા અને એટલે તેમને કંપનીના કરજા માટે જવાબદાર ઠેરવાય નહીં. ત્યારે સ્ટેટ કમિશને કહ્યું કે કંપનીની બધી જ કાર્યવાહી તેના બોર્ડ ઑફ ડિરેક્ટરો સંભાળે છે અને એના મૅનેજમેન્ટ માટે એનો મૅનેજિંગ ડિરેક્ટર જવાબદાર છે. તે કારણે રોકાણકારોને પૈસા પરત કરવા માટે ડિરેક્ટરો કંપનીના મહોરા હેઠળ છટકી શકે નહીં. સ્ટેટ કમિશને પૈના નામનું અરેસ્ટ વૉરન્ટ પણ જાહેર કર્યું. જે તેણે નૅશનલ કમિશન પાસે જઈને પડકાર્યું.

બધા ચુકાદાનું નિરીક્ષણ કર્યા પછી નૅશનલ કમિશને જાહેર કર્યું કે કંપનીનો મુખ્ય કારભાર જેના હાથમાં હોય તે કન્ઝ્યુમર ફોરમે પાસ કરેલા આદેશનું પાલન કરવા માટે બંધાયેલો છે. આ કેસમાં કંપનીની માલમતા વેચીને પણ રોકાણકારોની રકમ પાછી આપવી, પણ એ કરવામાં પૈ નિષ્ફળ નીવડ્યા. માલમત્તા સીલ કરવાનો પણ વિરોધ કયોર્, જેના માટે તેમને જાણીજોઈને કન્ઝ્યુમર ફોરમના આદેશનું અનાદર કરવા માટે જવાબદાર ગણાવ્યા.

નૅશનલ કમિશને પૈની પિટિશનને બેબુનિયાદ ગણાવી સ્ટેટ કમિશને આપેલા આદેશનું પાલન કરવા જણાવ્યું અને ટ્રાયલમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું. જો તે ટ્રાયલમાં હાજર નહીં રહે તો તેના ખિલાફ નૉનબેલેબલ અરેસ્ટ વૉરન્ટ ઇશ્યુ કરવું એવું પણ જાહેર કર્યું.

નૅશનલ કમિશને એ પણ જણાવ્યું કે જે અરજકર્તા પોતાના ગુના છુપાવવા માટે બેહિસાબ પિટિશન સુપરત કર્યા કરે તો તેમના માટે કોઈ પણ જાતની છૂટ આપવી નહીં. જે ઉત્પાદકો કોઈ પણ ભોગે ગ્રાહકોને છેતરવાનું અને તેમનો ફાયદો ઉઠાવવાનું કામ કરતા હોય તેમના ખિલાફ કડક હાથે કાર્યવાહી કરવી. નહીં તો આવા લોકોને પ્રોત્સાહન મળશે. પૈએ કરેલી દરેક બેબુનિયાદ અપીલ માટે કમિશને તેના પર ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાયોર્. ચાર અપીલ માટે એક લાખ રૂપિયા બે મહિનામાં કન્ઝ્યુમર લીગલ એઇડ અકાઉન્ટમાં ભરી દેવા. એમાં

પણ મોડું થઈ જાય તો નવ ટકા વ્યાજ આપવું એમ જણાવવામાં આવ્યું.

ઇમ્પૅક્ટ : આ ચુકાદાથી સ્પષ્ટ થાય છે કે ખોટું કરનારાઓ અને ચુકાદો આવવામાં વિલંબ થાય એવી પેરવી કરનારાઓને બિલકુલ સહન કરવામાં આવશે નહીં.