કંપનીના નવા ધંધા

22 December, 2019 02:51 PM IST  |  Mumbai | Vivek Agarwal

કંપનીના નવા ધંધા

સાચા અર્થમાં હવે ડી-કંપની ૯૦ના દાયકા જેવી નથી રહી.

એક સમય હતો જ્યારે ડી-કંપની હત્યા અને હપ્તાવસૂલીમાં એકચક્રી શાસન ભોગવતી હતી.

હપ્તાવસૂલી તેનો મુખ્ય ધંધો હતો.

હવે તમામ કાળા ધંધાથી વિમુખ થઈને ડી-કંપની કાયદેસર ધંધાદારી થઈ ચૂકી છે.

આ હકીકત ૨૦૧૨માં સામે આવી કે દાઉદ અને તેના ભાઈઓએ લોહિયાળ ધંધાથી છેડો ફાડી લીધો છે, એટલું જ નહીં, પોતાના સાથીઓ, સાગરીતો અને પ્યાદાંઓને પણ એક-એક કરીને કોઈ ને કોઈ મોટા અને કાયદેસરના ધંધામાં જોતરી દીધા છે.

ગુપ્તચર ખાતાના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે આમ કરીને બે નિશાન સાધ્યાં છે; એક તો એ કે પોતાના માણસોને બહેતર અને નિર્ભય જીવન આપ્યું, જેથી તેઓ ડર વિના જીવી શકે. બીજું એ કે આ રીતે કમાયેલાં નાણાંની કોઈ ફિકર નથી રહેતી.

હપ્તા અને સોપારી થકી આવતી મોટી કમાણીને બદલે કાયદેસર રીતે સારી કમાણી અને સુખી જીવન જીવવા માટે ગૅન્ગના લોકોને ગોઠવવામાં આવી રહ્યા છે. તેની સાથે જ કાળી કમાણીને ધોળી કરવા માટેની ગોઠવણ કરવામાં આવી રહી છે.

ગુપ્તચર ખાતાના અધિકારીએ જણાવ્યા પ્રમાણે, આમ કરીને ડી-કંપનીનો વાલિયા-લૂંટારામાંથી વાલ્મીકિ બનવાનો કોઈ ઈરાદો નથી. તે તો નકલી ડૉલર અને ભારતીય રૂપિયા, હથિયારો અને નશીલાં દ્રવ્યોની હેરફેરથી મળતાં કાળાં નાણાંને ધોળાં કરવા માટેનો માર્ગ તૈયાર કરી રહ્યા છે.

અધિકારીઓના મતે, ડી-કંપનીને કાળા ધંધા થકી વર્ષમાં હજ્જારો કરોડ રૂપિયાની લેવડ-દેવડ થાય છે અને આટલી મોટી રકમ હવાલા મારફત કેવી રીતે એક દેશમાંથી બીજા દેશ સુધી પહોંચાડવી એ તેમને માટે માથાનો દુખાવો હતો.

તેઓ જણાવે છે કે આ સમસ્યાનો સૌથી સારો ઉપાય એ જ છે કે ઇમ્પૅક્સ કંપનીઓની સ્થાપના કરી, તેમનાં બૅન્ક ખાતાંઓમાં ગેરકાયદે રકમ કાયદેસર રીતે જમા કરીને કોઈ પણ દેશમાં મોકલી આપવી.

આ અધિકારીઓ કહે છે...

ફક્ત ડૉલર કમાવાની લાલચ પર લગામ મૂકીને દરેક કંપનીની કડક તપાસ કરવાનો સમય પાકી ગયો છે.

લેખક જાણીતા ઇન્વેસ્ટિગેટિંગ જર્નલિસ્ટ અને ક્રાઇમ રાઇટર છે.

weekend guide