નામ પાડવાનો નશો

18 October, 2014 06:31 AM IST  | 

નામ પાડવાનો નશો


નો પ્રૉબ્લેમ- રોહિત શાહ


ઘણા લોકો મોટા થઈને પોતાનું નામ બદલીને નવું નામ રજિસ્ટર કરાવતા હોય છે, પરંતુ એ તો તેમના ઑફિશ્યલ ઉપયોગ પૂરતું જ વપરાય છે. સ્વજનો-મિત્રો તો તેમને જીભે ચડી ગયેલા જૂના નામથી જ બોલાવતા રહે છે.
ખેર, આપણું નામ પાડતી વખતે ભલે આપણી પસંદગી કુ મરજી પૂછવામાં ન આવી હોય, પરંતુ આપણાં સંતાનોનાં નામની પસંદગીમાં આપણે ઉત્સાહ અને ઉમળકો બતાવી શકીએ છીએ. કુટલાક વિચક્ષણ લોકો તેમનાં સંતાનોનાં નામ ખૂબ વિચારપૂર્વક પસંદ કરે છે. મારા એક મિત્રને ત્યાં ટ્વિન્સ જન્મ્યાં : એક દીકરો અને એક દીકરી. તેણે દીકરાનું નામ પાડ્યું સત્ય અને દીકરીનું નામ પાડ્યું અહિંસા. સત્ય અને અહિંસા અત્યારે સાત વર્ષનાં છે. મારો મિત્ર ગમ્મતમાં ક્યારેક કહે છે કુ સત્ય અને અહિંસા અનાદિકાળથી છે એવું જ્ઞાનીઓ કહે છે એ સાવ ખોટું છે, સાચી વાત એટલી જ છે કુ સત્ય અને અહિંસા તો હજી સાત વર્ષનાં બાળકો જ છે! આવું સાંભળીને એક જણે જરા રોષમાં અને રોફમાં પૂછેલું, સત્ય અને અહિંસાની ઉંમર નક્કી કરનાર તમે કોણ?

જવાબમાં મારા મિત્રે કહેલું, એ બન્નેની ઉંમર નક્કી કરવાનો હક મને જ હોયને, કારણ કુ સત્ય અને અહિંસાનો હું બાપ છું. તેમની ઉંમર કુટલી છે એની મને ખબર ન હોય શું?
સપોઝ, તમારું નામ વિજય છે. તમારે ત્યાં દીકરાનો જન્મ થાય છે. તમારે તમારા દીકરાનું નામ વિશ્વ રાખવું જોઈએ. આમ કરવાથી તમારા દીકરાનું પૂરું નામ વિશ્વ-વિજય બની જશે! વિfવવિજેતા થવા માટે તો કુટકુટલાં યુદ્ધો લડવાં પડે, કુટકુટલાં પરાક્રમો કરવાં પડે. તમારો દીકરો તો એક પણ યુદ્ધ કર્યા વિના અને એક પણ લડાઈ જીત્યા વગર અને કશું જ પરાક્રમ કર્યા વગર અને હજી તો ભાઈસાહેબ પેલા ઘોડિયામાં સૂતા હોય છે ત્યારથી જ વિશ્વવિજય બની જશે.હાસ્યલેખક અશોક દવેએ તેમના દીકરાનું નામ સમ્રાટ રાખ્યું છે. આ કારણે તેનું આખું નામ સમ્રાટ અશોક થયું છે. દીકરાનું નામ પિતા માટે ગૌરવરૂપ બને કુ વિશિષ્ટ વિશેષણરૂપે પ્રયોજાય એ તર્ક કુવો મજાનો છે. જોકુ એક પ્રૉબ્લેમ પણ થાય : જેમ કુ કોઈ જ્યારે સમ્રાટ અશોક એમ કહે ત્યારે સમ્રાટને બોલાવે છે કુ અશોકને એ નક્કી કરવામાં થોડી મૂંઝવણ થાય છે. બોલનારે સમ્રાટ નામ તરીકુ બોલ્યું કુ વિશેષણરૂપે બોલ્યું છે એનું કન્ફ્યુઝન થઈ શકુ છે.


ગુજરાતીમાં એક સાહિત્યકારનું તખલ્લુસ જયભિખ્ખુ છે. આજે તો એ લેખક હયાત નથી, પણ નામ કઈ રીતે પડ્યું એ જાણવાનું રોમાંચક છે. એ લેખકનું મૂળ નામ બાલાભાઈ વીરચંદ દેસાઈ અને તેઓ કુમારપાળï દેસાઈના પિતાજી. બાલાભાઈને બાળપણમાં સૌકોઈ ભીખાભાઈ તરીકુ ઓળખે. તેમનાં લગ્ન જયાબહેન સાથે થયાં. પત્નીનું નામ પોતાના નામ સાથે જોડીને જયભિખ્ખુ નામ બનાવ્યું! પહેલી નજરે કોઈ સાધુ-સંતનું નામ હોય એવી છાપ પડે, પણ ઊંડા ઊતરીએ તો એવા વૈરાગી જેવા નામમાં પણ વરણાગી રોમાંચ જડે.થોડુંક ઓલ્ડ લાગે, પણ કુટલાક લોકોનાં નામ બાપાલાલ કુ બાપુભાઈ રાખવામાં આવતાં હતાં.

તમને સમય નથી ને મારો સમય નથી
કોણે કહ્યું કુ આપણી વચ્ચે પ્રણય નથી!

આ જાણીતા શેરના કવિનું નામ બાપુભાઈ ગઢવી જ છેને. જોકુ હવે તેઓ હયાત નથી, પણ જેનું નામ બાપાલાલ કુ બાપુભાઈ હોય તે તો બાળપણથી જ બાપા કુ બાપુ કહેવાયને?નામના રોમાંચક કિસ્સાઓ હજારો છે. વ્યક્તિનું નામ પાડતી વખતે એનો નશો હોવો જોઈએ. જે નામ વ્યક્તિની ઓળખ બનવાનું હોય અને લાઇફ-ટાઇમ તેને ચોંટેલું રહેવાનું હોય એવું નામ પાડવાનો તમને પણ નશો હોય તો નો પ્રૉબ્લેમ.