ભાભીના પ્રેમમાં પડેલા નાના ભાઈએ મોટા ભાઈને મારી નાખ્યો

20 June, 2026 02:19 PM IST  |  Agra | Gujarati Mid-day Correspondent

૧૪ જૂને ભોલુ તેની ભાભી સાથે આપત્તિજનક સ્થિતિમાં હતો ત્યારે જ તેનો ભાઈ અમિત જોઈ ગયો

ભોલુ નામના યુવકને પોતાના જ મોટા ભાઈ અમિતની પત્ની સાથે પ્રેમ થઈ ગયો

ઉત્તર પ્રદેશના આગરામાં ભોલુ નામના યુવકને પોતાના જ મોટા ભાઈ અમિતની પત્ની સાથે પ્રેમ થઈ ગયો. ભાભીને પણ દિયર પર દિલ આવી ગયું. બન્ને વચ્ચે સંબંધો પણ બંધાઈ ગયા. ભાઈનાં લગ્નના થોડા જ સમયમાં દિયર અને ભાભી વચ્ચે પ્રેમસંબંધો ઘેરા થવા લાગ્યા.  બન્ને ચોરીછૂપીથી મળતાં પણ હતાં અને કઈ રીતે ભાભી લગ્નસંબંધમાંથી છૂટી શકે એનો વિચાર કરી રહ્યાં હતાં. જોકે ૧૪ જૂને ભોલુ તેની ભાભી સાથે આપત્તિજનક સ્થિતિમાં હતો ત્યારે જ તેનો ભાઈ અમિત જોઈ ગયો. એ પછી અમિત ગુસ્સે થઈ ગયો હતો. તે સમાજમાં બીજે ક્યાંય આ વાત ફેલાવે એ પહેલાં ભોલુએ પોતાના જ ભાઈ અમિતને મારી નાખ્યો હતો.

uttar pradesh murder case offbeat news national news news agra