23 November, 2024 05:54 PM IST | London | Gujarati Mid-day Correspondent
રુમેસા ગેલગી અને જ્યોતિ આમગે
દુનિયાની સૌથી વધારે ઊંચાઈ ધરાવતી રુમેસા ગેલગી અને દુનિયાની સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી ભારતની જ્યોતિ આમગે લંડનમાં આવેલી ધ સવૉય હોટેલમાં પહેલી વાર એકમેકને મળી હતી. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ જણાવ્યા મુજબ તાજેતરમાં ગર્લ્સ ડે આઉટ કાર્યક્રમમાં બપોરની ચાય માટે તેઓ એકમેકને મળી હતી અને પહેલી મુલાકાતનો આનંદ માણ્યો હતો. રુમેસાની ઊંચાઈ ૨૧૫.૧૬ સેન્ટિમીટર (૭ ફુટ ૦.૭ ઇંચ) છે અને જ્યોતિ આમગેની ઊંચાઈ ૬૨.૮ સેન્ટિમીટર (બે ફુટ ૦.૭ ઇંચ) છે. વર્લ્ડ રેકૉર્ડ ધરાવતી બન્ને મહિલાઓ એકબીજાને પહેલી વાર મળીને ખૂબ ખુશ જણાઈ હતી.