25 December, 2024 05:44 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ૮ વર્ષ જૂનો પ્રેમસંબંધ તોડીને બીજી છોકરી સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયેલા પ્રેમીને પ્રેમિકાએ જબરદસ્ત સબક શીખવાડ્યો છે. પ્રેમિકાને જ્યારે પ્રેમીના આ કારસ્તાનની ખબર પડી ત્યારે તેના ક્રોધનો પાર નહોતો. તેણે પ્રેમીને ફાઇનલ મીટિંગ માટે મળવા બોલાવ્યો અને પ્રેમી પણ એના માટે તૈયાર થઈ ગયો. શરૂઆતમાં તો તેઓ શાંતિપૂર્વક મળ્યાં, પણ પછી અચાનક પ્રેમિકાએ કોઈક ધારદાર વસ્તુથી પ્રેમીનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો. એટલું જ નહીં, એના પછી પોતાનું કાંડું ચીરીને પોતે પણ જીવ દેવાનો પ્રયત્ન કર્યો. આ તબક્કે લોહીલુહાણ હોવા છતાં પ્રેમીએ છોકરીનો જીવ બચાવી લીધો. પોલીસે છોકરીની ધરપકડ કરી છે અને બન્ને અત્યારે મેડિકલ ટ્રીટમેન્ટ લઈ રહ્યાં છે.