રોડ પર દૃષ્ટિભ્રમ

28 May, 2023 03:27 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર બે મહિલાઓનો એક વિડિયો ખૂબ વાઇરલ થયો છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

સોશ્યલ મીડિયા પર બે મહિલાઓનો એક વિડિયો ખૂબ વાઇરલ થયો છે જેમાં તેઓ રોડ પર બેઝિક ડૂડલ્સ કરતી જોવા મળે છે. જોકે એ એક અસાધારણ દૃષ્ટિભ્રમ છે. આ મહિલાઓ વીજળીના એક થાંભલાની ફરતે એક થ્રી-ડાઇમેન્શનલ ઇમેજ બનાવે છે. થાંભલાની આસપાસ એક પ્લૅટફૉર્મ જેવું સ્ટ્રક્ચર હોય એવો ભ્રમ ઊભો કરે છે એટલું જ નહીં, આ કામગીરી કમ્પ્લીટ કર્યા બાદ સાડીમાં આ બે મહિલાઓ આ ‘પ્લૅટફૉર્મ’ની ધાર પર બૅલૅન્સ કરીને ચાલતી હોય એવું બતાવી રહી છે.

offbeat news national news viral videos