પતિએ બર્ગર ન આપ્યું એટલે પત્નીએ પોતાનો જ હાથ કાપ્યો અને મારપીટની ફરિયાદ લઈને પોલીસ-સ્ટેશન પહોંચી ગઈ

05 May, 2025 12:19 PM IST  |  Baghpat | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના બાગપત પાસેના નિવાડા ગામમાં તાહિરા નામની એક મહિલા પોતાના હાથ પર મોટા કાપા સાથે લોહીનીતરતી હાલતમાં પોલીસ-સ્ટેશન પહોંચી અને ત્યાં જઈને બેહોશ થઈ ગઈ. પોલીસે તાત્કાલિક તેને હૉસ્પિટલ પહોંચાડી અને સારવાર શરૂ કરાવી.

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના બાગપત પાસેના નિવાડા ગામમાં તાહિરા નામની એક મહિલા પોતાના હાથ પર મોટા કાપા સાથે લોહીનીતરતી હાલતમાં પોલીસ-સ્ટેશન પહોંચી અને ત્યાં જઈને બેહોશ થઈ ગઈ. પોલીસે તાત્કાલિક તેને હૉસ્પિટલ પહોંચાડી અને સારવાર શરૂ કરાવી. આ હાલત કોણે કરી એની પૂછતાછમાં તાહિરાએ કહ્યું કે સાસરિયાંએ તેની મારપીટ કરી છે. તેણે કહ્યું કે ‘દારૂ પીને આવેલા દિયરે ઘરમાં આવીને મને ગાળો આપવાનું શરૂ કર્યું અને મેં વિરોધ કર્યો તો મારો પતિ અને સાસરિયાં દિયરને બચાવવા લાગ્યાં. તેમણે લાઠી, દંડા અને ચાકુથી હુમલો કરતાં મને હાથમાં વાગી ગયું હતું.’

પોલીસે તરત જ આ બયાન પરથી તેના પતિની ધરપકડ કરતાં તેનો આખો પરિવાર પોલીસ-સ્ટેશન આવી ગયો. સ્વાભાવિક છે કે સાસરિયાં તો પોતાના દીકરાનો જ પક્ષ લે, પરંતુ તેમણે જે વિડિયો બતાવ્યો એ ચોંકાવનારો હતો. સાસરિયાંનું કહેવું હતું કે ‘તાહિરાનો પતિ ઘરમાં પાંચ બર્ગર લઈને આવ્યો હતો. એ બર્ગર તેણે અમને આપી દીધાં અને તાહિરાને એકેય ન મળ્યું એ વાતથી ગુસ્સે ભરાઈને તેણે જાતે જ પોતાનો હાથ કાપ્યો છે.’

વિડિયોમાં તાહિરા જાતે જ પોતાનો હાથ કાપતી જોવા મળતાં મામલો અવળો પડ્યો હતો. હવે તાહિરાએ કેમ ખોટું આળ લગાવ્યું એની વધુ તપાસ થશે.

uttar pradesh Crime News sexual crime offbeat videos offbeat news