✕

જબલપુરમાં પત્નીએ પતિને કિડની આપીને જીવ બચાવ્યો અને ICUમાં જ કરી કરવા ચૌથની પૂજા

30 October, 2026 01:04 PM IST  |  Jabalpur | Gujarati Mid-day Correspondent

જબલપુરમાં કરવા ચોથના પર્વ પર એક પત્નીએ પતિના લાંબા આયુષ્ય માટે માત્ર ઉપવાસ અને મનોકામના જ નહોતી કરી, પરંતુ તે ખરા અર્થમાં જીવનદાયી બની હતી. બે વર્ષથી દીપક ગુપ્તા નામના પંચાવન વર્ષના ભાઈ કિડનીની ગંભીર બીમારીને કારણે ડાયાલિસિસ પર જીવતા હતા.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

જબલપુરમાં કરવા ચોથના પર્વ પર એક પત્નીએ પતિના લાંબા આયુષ્ય માટે માત્ર ઉપવાસ અને મનોકામના જ નહોતી કરી, પરંતુ તે ખરા અર્થમાં જીવનદાયી બની હતી. બે વર્ષથી દીપક ગુપ્તા નામના પંચાવન વર્ષના ભાઈ કિડનીની ગંભીર બીમારીને કારણે ડાયાલિસિસ પર જીવતા હતા. છેલ્લા ૭ મહિનાથી તો તેમની હાલત ખૂબ જ બગડી ગઈ હતી. એ સમયે પત્ની રશ્મિ ગુપ્તાએ પતિને કિડની ડોનેટ કરી હતી. પચીસ ઑક્ટોબરે રશ્મિ અને દીપક ગુપ્તાનું કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઑપરેશન થયું હતું. એ પછી હજીયે બન્ને હૉસ્પિટલમાં જ ભરતી છે. પત્નીની કિડની હવે પતિના શરીરમાં ઍક્ટિવ અને સ્વીકૃત થઈ ગઈ છે અને પતિની હાલત સુધારા પર છે. એમ છતાં હજી ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં જ સારવાર લઈ રહેલા પતિ માટે પત્નીએ કરવા ચૌથનું વ્રત રાખ્યું હતું અને હૉસ્પિટલમાં જ પૂજા કરી હતી. હૉસ્પિટલ-મૅનેજમેન્ટે પણ તેમને એમ કરવા માટે જરૂરી પ્રોવિઝન કરી આપ્યું હતું. રશ્મિએ હૉસ્પિટલના કપડાંમાં જ વ્હીલચૅર પર બેસીને માસ્ક સાથે જ પતિની દૂરથી પૂજા કરી હતી.

jabalpur national news world news offbeat news karva chauth