06 April, 2024 03:50 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સરકારે તાજેતરમાં લોકોને ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ પર ‘કન્ફર્મ શેમિંગ’ યુક્તિઓનો શિકાર બનવા સામે ચેતવણી આપી છે. ‘કન્ફર્મ શેમિંગ’ એટલે એવી યુક્તિ જે તમારા પર દબાણ લાવીને કે શબ્દરમત રમીને અંતે તમારી પાસેથી ‘હા’ પડાવીને રહે છે. કોઈ વેબસાઇટ કે ઍપ્સ યુઝર્સને પોતાની સર્વિસ સાથે જોડવા માટે આવી પૅટર્નનો ખૂબ ઉપયોગ કરે છે. યુઝર્સ જે-તે પ્લૅટફૉર્મની સર્વિસ પસંદ ન કરે તો ‘ના’ને બદલે એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તેમની નિર્ણયશક્તિ પ્રભાવિત થાય.
કેટલીક વખત લોકોમાં અપરાધભાવ, લઘુતાગ્રંથિની લાગણી પણ ટ્રિગર કરવામાં આવે છે. સરકારે કન્ફર્મ શેમિંગથી બચવા માટે આ ચાલાકીઓમાં ન આવીને પોતાની પસંદગીમાં વિશ્વાસ રાખવાની સલાહ આપી છે. આ સંદર્ભે કોઈ પણ મદદ માટે કન્ઝ્યુમર્સ ૧૯૧૫ પર કૉલ અથવા ૮૮૦૦૦૦૧૯૧૫ પર વૉટ્સઍપ કરી શકે છે.