આ બહેન છીંક ખાય, નાક સાફ કરતાં હોય એવો એક વિડિયો વેચાય છે 8750 રૂપિયામા

04 June, 2019 09:00 AM IST  |  વેલ્સ

આ બહેન છીંક ખાય, નાક સાફ કરતાં હોય એવો એક વિડિયો વેચાય છે 8750 રૂપિયામા

તમારે આંગળી નાખીને નાક સાફ કરવું હોય તો સ્વાભાવિકપણે તમે કોઈ જોતું ન હોય એનું ધ્યાન રાખતા હો છો. જોકે વેલ્સમાં રહેતી ૧૮ વર્ષની ઍબી હેવુડ નામની કન્યાને એવો કોઈ છોછ નથી. ઊલટાનું આ બહેન પોતે નાક સાફ કરતાં હોય કે ટિશ્યુ વાપર્યા વિના છીંક ખાતાં હોય એવો વિડિયો લે છે અને વેચે છે.

આ કામ તેમણે કઈ રીતે શરૂ કર્યું એની તો ખબર નથી, પણ ઍબીનું કહેવું છે કે લોકો તેના નાકને બહુ વખાણે છે અને ઘણી વાર તેને છીંક ખાવા અને નાક સાફ કરવા માટે કહે છે. તે મન ફાવે ત્યારે છીંક ખાઈ શકે એ માટે તેણે સિલિકોન મટીરિયલનું એક નાનકડું નાક બનાવ્યું છે જે નસકોરાંમાં નાખીને તે ધારે ત્યારે છીંક ખાઈ શકે. તે પાંચ મિનિટમાં ૧૧થી ૩૭ છીંક ખાઈ શકે છે. લોકો કંઈ પણ અળવીતરું કરીને કમાણી કરે છે.

આ પણ વાંચોઃ પાડોશીના ઘરમાં ડોકિયું કરવા જતાં ડોક ફસાઈ ગઈ

શરૂઆતમાં તે પોતાની નાક સાફ કરતી વિડિયો-ક્લિપ ૧૦૦૦-૧૫૦૦ રૂપિયામાં વેચતી હતી, જ્યારે હવે તો તે ૮૭૫૦ રૂપિયા સુધીમાં વેચે છે. ઍબીનું કહેવું છે કે કેટલાક અજાણ્યા લોકો તો તેને પ્રત્યક્ષ છીંક ખાવાના રૂપિયા ચૂકવવા પણ તૈયાર હોય છે. બહેનનું કહેવું છે કે આ કામથી તેને એક્સ્ટ્રા કમાણી થઈ જતી હોવાથી અત્યારે જ્યાં સુધી ભણવાનું ચાલે છે ત્યાં સુધી આ બિઝનેસ ચાલુ રાખશે.

offbeat news hatke news