18 September, 2025 10:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
આજકાલ સોશિયલ મીડિયા પર કંઈ પણ વાયરલ થાય છે. ક્યારેક કોઈ વીડિયો રમુજી હોય છે, તો ક્યારેક ગુસ્સે કરે છે. હવે, સોશિયલ મીડિયા પર એક ટ્રેનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યારે એક ટીટીઈ ટિકિટ ચેક કરવા માટે ટ્રેનમાં ચઢ્યો ત્યારે હંગામો મચી ગયો. તે આગળ જઈ રહ્યો હતો, ત્યારે તેણે એક સ્ત્રીને સૂતી જોઈ. જ્યારે ટીટીઈએ તેને ટિકિટ બતાવવા કહ્યું, ત્યારે તે મહિલા ખચકાવવા લાગી. ત્યારબાદ મહિલાએ કર્મચારી સાથે અસંસ્કારી વર્તન કરવાનું શરૂ કર્યું અને પછી ટીટીઈ પર ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો. રેલવેએ પણ આ ઘટનાનો જવાબ આપ્યો છે.
જો કે, આ પહેલી વાર નથી જ્યારે કોઈ મુસાફર ટિકિટ વગર મુસાફરી કરી રહ્યો હોય. પરંતુ આ વખતે "ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે" કહેવત સ્પષ્ટ થઈ ગઈ. ટિકિટ વગરની એક મહિલા મુસાફર ટ્રેનમાં ભારતીય રેલવે કર્મચારીઓ સાથે દલીલ કરતી જોવા મળી. જ્યારે ટીટીઈએ તેની ટિકિટ માગી ત્યારે તેણે તેની સાથે મારપીટ શરૂ કરી. લાંબી દલીલ પછી, પોલીસની મદદથી મહિલાને આગલા સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવી.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે એક ટીટીઈએ એક મહિલાને ટિકિટ માગી ત્યારે તેણે જવાબ આપ્યો, "શું તમે અંધ છો?" વધુમાં, મહિલાએ અન્ય રેલવે કર્મચારીઓ સાથે પણ અસભ્ય વર્તન કર્યું અને ખોટો દાવો કર્યો કે તેઓ તેની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. આ સમય દરમિયાન, ટ્રેનમાં અન્ય મુસાફરો ગુસ્સે થઈ ગયા. તેઓએ તેને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો, તેને કહ્યું કે કોઈને કંઈ કહીને તેના અધિકારોનો દુરુપયોગ ન કરે, પરંતુ મહિલાએ સાંભળવાનો ઇનકાર કર્યો.
એટલું જ નહીં, ટ્રેનમાંથી ઉતર્યા પછી, મહિલાએ ઘટનાનું રેકોર્ડીંગ કરનારા રેલવે કર્મચારી પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે તેની સાથે કડક વર્તન કરવું પડ્યું. આ વીડિયો મયંક બર્મી નામના યુઝરે ટ્વિટર પર શૅર કર્યો હતો. તેણે લખ્યું, "પહેલા તો, તે ટિકિટ વિના મુસાફરી કરી રહી હતી. બીજું, તેણે આવું વર્તન કર્યું કારણ કે તે જાણે છે કે કંઈ થશે નહીં. મહિલા સશક્તિકરણના નામે કાયદાનો દુરુપયોગ! શું કોઈ કાર્યવાહી થશે?"
આ વીડિયો વાયરલ થતાં જ લોકો રોષે ભરાયા. એક યુઝરે લખ્યું કે આવી મહિલાઓ જાણે છે કે તે વિકટીમ કાર્ડ રમીને સરળતાથી છટકી શકે છે. બીજા યુઝરે લખ્યું કે RPF કોઈ કાર્યવાહી કરતું નથી કારણ કે તેઓ તેમના પર ઉત્પીડનનો પણ આરોપ લગાવશે. વારંવાર ઉલ્લંઘન કરનારાઓ માટે કાયદો સમાન હોવો જોઈએ. બીજા યુઝરે લખ્યું કે આવા લોકોને તેમની ફરજો સમજાવવાને બદલે, શક્ય તેટલી વહેલી તકે તેમની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવાનું વધુ સારું રહેશે.
રેલવે સેવાએ પણ આ પોસ્ટનો જવાબ આપતા કહ્યું, "અસુવિધા બદલ અમે દિલગીર છીએ! રેલવે આવો અનુભવ આપવા માગતો નથી." જો કે, હજી સુધી એ જાહેર કરવામાં આવ્યું નથી કે તે કઈ ટ્રેન હતી અથવા તે ક્યાંથી મુસાફરી કરી રહી હતી.