14 November, 2024 05:08 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
રીલ બનાવવા માટે થાર સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ (SUV) રેલવે-ટ્રૅક પર ચડાવી
લોકોને રીલ બનાવવા માટે એવું શૂરાતન ચડતું હોય છે કે ઘણી વાર જીવ જોખમમાં મુકાઈ જતો હોય છે અને કેટલીક વાર જીવ પણ ગુમાવવો પડે છે. રાજસ્થાનના જયપુરમાં એક યુવાનને આવું જ શૂરાતન ચડ્યું હતું. રીલ બનાવવા માટે તેણે થાર સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ (SUV) રેલવે-ટ્રૅક પર ચડાવી દીધી હતી, પણ સામેથી માલગાડી આવતી જોઈને તેને પરસેવો છૂટી ગયો. ઉતાવળ અને ગભરાટમાં તે ટ્રૅક પરથી SUV ઉતારવા ગયો, પણ ફસાઈ ગઈ.
ટ્રૅકની નજીક રહેતા લોકો અને પોલીસે એને બચાવવાના પ્રયત્ન કર્યા પણ ફાવ્યા નહીં, પણ ટ્રેનના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને ટ્રેન રોકી એટલે યુવાન બચી ગયો. પછી એ થારને ૨૦-૩૦ મીટર રિવર્સમાં લઈ ગયો અને ટ્રૅક પરથી ઉતારીને પૂરપાટ ઝડપે જઈને રસ્તામાં ૩ જણને ટક્કર મારીને ભાગ્યો, પણ પોલીસે પીછો કરીને તેને પકડી લીધો.