26 October, 2026 01:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુછાળું બાળક?
સોશ્યલ મીડિયામાં આજકાલ એક નવજાત બાળક મૂછ સાથે જન્મ્યું હોય એવો દાવો કરતો વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં બાળક હૉસ્પિટલના રૂમમાં બ્લુ રંગની ચાદર પર સૂતેલું છે. બાળકને બ્લૅન્કેટમાં લપેટેલું છે. તેના માથે કાળા ભમ્મર વાળ છે અને તે આંખો ખોલ-બંધ કરીને જુએ છે. સૌથી નવાઈ પમાડે એવી વાત છે હોઠની ઉપર એકદમ સિમેટ્રિકલ દેખાતી મૂછો. આ બાળક ક્યાં જન્મ્યું છે અને આ વિડિયો ક્યારે લેવાયો છે એની કોઈ સ્પષ્ટતા નથી મળતી, પરંતુ નીનેમેરાત નામના અકાઉન્ટ પરથી પોસ્ટ થયેલો આ વિડિયો ખૂબ જ વાઇરલ થયો છે. મૂછવાળા બાળકને કારણે એ ચર્ચામાં છે. કોઈ બાળક માથે ઘેરા વાળ સાથે જન્મે એવું તો ઘણી વાર બન્યું છે, પરંતુ મૂછ સાથે જન્મે એવું લગભગ અશક્ય છે. એ જ કારણોસર આ વિડિયો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની કરામત હોવાની સંભાવના ઊજળી છે.