03 June, 2026 11:18 AM IST | Canada | Gujarati Mid-day Online Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
પ્રભુ રામ, માતા સીતા અને હનુમાન એ માત્ર રામાયણના પાત્રો નથી. તેઓની પાછળ કરોડો હિન્દુઓની આસ્થા રહેલી છે. ટીવી-સ્ક્રીન ઉપર પણ રામ, સીતા કે હનુમાનને જોઈને લોકો વંદન કરતાં હોય છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો જબરદસ્ત વાઇરલ (Viral Video) થયો છે. જેમાં એક શોપમાં ત્રણ જણ રામ, સીતા અને હનુમાનના ગેટઅપમાં જોવા મળે છે. આ વિડીયો ભારતના કોઈ સ્થળનો નહીં પણ કેનેડાના બ્રૅમ્પટન સિટીનો છે. વિદેશની ગ્રોસરી સ્ટોરમાં રામ-સીતા અને હનુમાનને જોઈને ખરીદી કરવા આવેલા સૌ ચોંકી જાય છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.
કેનેડાના બ્રૅમ્પટનમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો વસે છે. વાઇરલ વીડિયો (Viral Video)માં જોઈ શકાય છે કે સ્ટોરમાં ખરીદી કરવા આવેલ લોકો પ્રભુ રામ, માતા સીતા અને હનુમાનને એક સમય માટે તો દંગ જ રહી જાય છે. બધા સ્માઇલ કરવા લાગે છે અને સ્ટોરમાં `જય જય શ્રી રામ`ના નારા પણ ગુંજવા લાગે છે.
એક્સ પર પોસ્ટ કરવામાં આવેલા આ વિડીયોનું કેપ્શન પણ મજેદાર છે. જેમાં લખ્યું છે કે ભારતીયોએ તો કેનેડાના બ્રૅમ્પટનમાં ગ્રોસરી સ્ટોરમાં જય જય શ્રી રામનો જયઘોષ કરીને વાતાવરણ ગજવી મૂક્યું. આ વિડીયો એટલો પ્રચંડ વાઇરલ (Viral Video) થયો કે અત્યાર સુધીમાં તેને ૪.૩૦ લાખથી પણ વધુ વ્યુઝ મળી ચૂક્યા છે.
કોઈએ તો આ આખી બાબતની તુલના અહીંના અન્ય રિટેલ સ્ટોર સાથે કરી. કહ્યું કે- હોલિડેઝમાં સ્ટોર (Viral Video) પર સૅન્ટા કે ઇસ્ટર બન્નીવાળી રિટેલ સ્ટોરથી આમાં શું નવું છે? આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ પોતપોતાની રીતે જોઈ રહ્યા છે. કેટલાક યુઝર્સે નારાજગી વ્યક્ત કરી છે. એક યુઝરે લખ્યું કે આ લોકો તો ભગવાન રામનું અપમાન કરી રહ્યા છે કારણ કે આ રીતે ગ્રોસરી સ્ટોરમાં ભગવાનના ગેટઅપમાં આવવું યોગ્ય નથી. તો કોઈએ આને ભારતનું અપમાન ગણાવ્યું છે. અમુક યુઝર્સે તો આ રીતે જાહેર સ્થળોએ આ પ્રકારના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવાની હાકલ પણ કરી છે. બીજી તરફ ઘણા લોકોએ આ બાબતને સામાન્ય ગણાવી છે. એક યુઝર કહે છે કે, "જો દુકાનના માલિકે પરમીશન આપી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી."
તમને જણાવી દઈએ કે કેનેડામાં ઇમિગ્રેશનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2024ની સરખામણીએ 2025માં કેનેડામાં ઇમિગ્રેશન (સ્થળાંતર)માં 19 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. 2024માં 483,655 નવા ઇમિગ્રન્ટ્સ આવ્યા હતા, જે 2025માં ઘટીને 393,530 થઈ ગયા છે.