29 May, 2025 01:39 PM IST | Meerut | Gujarati Mid-day Correspondent
કારમાં જ શરૂ કરી દીધો શેરડીના રસનો હરતો-ફરતો સંચો
સોશ્યલ મીડિયા પર જ્યારે કેટલાક જુગાડ જોઈએ તો થાય કે આ તો કેટલું સરળ હતું, આવું આપણે પહેલાં કેમ નહીં વિચાર્યું? મેરઠમાં શેરડીના રસનો એક સ્ટૉલ છે. એ હરતો-ફરતો હોવાથી એને જ્યાં ઊભો કરવો હોય ત્યાં કરી શકાય એમ છે. આ માટે હાથલારી, બાઇકલારી કે બળદગાડામાં નહીં પરંતુ કારમાં સંચો બેસાડેલો છે. કારની આગળની સીટ એમ જ રાખવામાં આવી છે, માત્ર પાછળની સીટ અને ડિકી કાઢી નાખીને એની જગ્યાએ રસ કાઢવાનો સંચો બેસાડેલો છે. શેરડીનો સંચો ઇલેક્ટ્રિસિટીથી નહીં પણ કારના એન્જિનથી ચાલે છે. ડ્રાઇવિંગ-સીટ પર બેઠેલો ડ્રાઇવર કાર ચલાવવાની સાથે માઇકમાં અનાઉન્સમેન્ટ કરતો રહે છે, ‘મેરઠ કી રાની ઔર દિલ્લી કા રાજા, ગન્ને કા જૂસ પીના હૈ તો જલ્દી સે ગાડી પર આજા...’
ગગનકુમાર નામની મેરઠની વ્યક્તિએ સોશ્યલ મીડિયા પર આ વિડિયો શૅર કર્યો છે જેને લાખો વ્યુઝ મળ્યા છે.