18 June, 2025 10:30 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સોશ્યલ મીડિયા પર એક વ્યક્તિ પગ વાળીને ટ્રેનમાંથી નીચે ઊતરતી જોવા મળે છે. તેના પગ વચ્ચેથી વંકાયેલા છે. તેને ટ્રેનના પગથિયેથી ઊતરવામાં પણ તકલીફ પડી રહી હતી. ઊતર્યા પછી પ્લૅટફૉર્મ પર પણ તે વંકાયેલા પગે ચાર-પાંચ ડગલાં ચાલે છે અને પછી આજુબાજુમાં નજર કરે છે. કોઈ ટિકિટ-ચેકર નથી એ કન્ફર્મ થતાં તે નૉર્મલ ચાલે ચાલવા માંડે છે. એવો દાવો થઈ રહ્યો છે કે ફ્રીમાં ટ્રાવેલ કરવા મળે એટલા માટે પૅસેન્જરોને અને રેલવે-સ્ટાફને મૂરખ બનાવવા માટે આવું થાય છે.