લીલા ધાણાનાં પાનની પેસ્ટથી બનાવ્યું શંકરનું પેઇન્ટિંગ

28 February, 2025 07:04 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એમાં કોઈ કલર નથી, સફેદ કાગળ પર માત્ર નૅચરલ લીલા રંગમાંથી એ આર્ટવર્ક બની જાય છે. આ પેઇન્ટિંગ જોઈને લોકોએ હર હર મહાદેવ લખીને તેને પ્રોત્સાહિત કર્યો છે.

શિંતુ મૌર્યા નામના એક આર્ટિસ્ટે લીલા ધાણાનાં પાનની પેસ્ટમાંથી ભગવાન શિવનું પેઇન્ટિંગ બનાવ્યું

શિંતુ મૌર્યા નામના એક આર્ટિસ્ટે લીલા ધાણાનાં પાનની પેસ્ટમાંથી ભગવાન શિવનું પેઇન્ટિંગ બનાવ્યું હતું અને આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયો છે જેને લાખો લોકોએ જોયો છે. આ વિડિયોમાં આર્ટિસ્ટ લીલા ધાણાનાં પાનની પેસ્ટ તૈયાર કરે છે અને પછી એમાંથી આ પેઇન્ટિંગ બનાવે છે. એમાં કોઈ કલર નથી, સફેદ કાગળ પર માત્ર નૅચરલ લીલા રંગમાંથી એ આર્ટવર્ક બની જાય છે. આ પેઇન્ટિંગ જોઈને લોકોએ હર હર મહાદેવ લખીને તેને પ્રોત્સાહિત કર્યો છે.

mahashivratri religion hinduism social media instagram news offbeat news viral videos