16 December, 2024 04:09 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
એક ક્રિમિનલને હાથકડી પહેરાવાઈ છે અને તે બાઇક ચલાવી રહ્યો છે
ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં બનેલી એક ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં એક ક્રિમિનલને હાથકડી પહેરાવાઈ છે અને તે બાઇક ચલાવી રહ્યો છે. હાથકડી સાથે એક દોરડું બાંધેલું છે જે પકડીને એની પાછળ પોલીસ બેઠો છે. બાઇકરના માથે હેલ્મેટ નથી, પણ પોલીસે હેલ્મેટ પહેરી છે. એવું પણ નથી કે આવું બળજબરીથી થઈ રહ્યું છે. આરામથી આ બાઇક ચાલી રહી છે અને ત્યાંથી પસાર થતી ગાડીના પૅસેન્જર્સ એનો વિડિયો ઉતારે છે. કોઈકે તેમને પૂછ્યું ત્યારે ખબર પડી કે આરોપીને કોર્ટમાં હાજર કરવા લઈ જવાઈ રહ્યો છે. જોકે કોર્ટમાં પેશી માટે આરોપી ખુદ પોલીસને બાઇક પર બેસાડીને લઈ જાય એ તે વળી કેવું?