23 April, 2025 12:46 PM IST | Florida | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
અમેરિકાના ફ્લૉરિડામાં એક ઘરની બહાર બે મગર લટાર મારી રહ્યા છે અને એક મગરે ઘરમાં ઘૂસવા માટે ડોરબેલ દબાવી એવો ૩૦ સેકન્ડનો વિડિયો શુક્રવારે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. ઘરની બહાર લગાવવામાં આવેલા કૅમેરામાં આ ફુટેજ રેકૉર્ડ થયું હતું અને આ ફુટેજ ‘ઓન્લી ઇન ફ્લૉરિડા’ના નામે વાઇરલ થયું છે. વિડિયોમાં દેખાય છે કે એક મગર શાંત બેઠો છે, પણ બીજો મગર ઘરની ડોરબેલ દબાવે છે. ત્યાર બાદ એ ઘરના દરવાજા સુધી પહોંચે છે અને દરવાજો ખોલવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે. આ ઘટના ક્યાં બની છે એની માહિતી આપવામાં આવી નથી પણ અમેરિકાના લુસિયાનામાં સૌથી વધારે મગરની વસ્તી છે અને બીજો નંબર ફ્લૉરિડાનો છે.