25 October, 2025 12:13 PM IST | Rishikesh | Gujarati Mid-day Correspondent
ઓલિના બાયકો
ઓલિના બાયકો નામનાં ૮૨ વર્ષનાં બ્રિટિશ મહિલાએ ભારતના હૃષીકેશમાં આવેલા દેશના સૌથી ઊંચા બન્જી જમ્પિંગ પૉઇન્ટ પરથી કૂદકો મારીને ભારે ચર્ચા જગાવી હતી. ૧૩ ઑક્ટોબરે આ ઍડ્વેન્ચરિસ્ટે શિવપુરી બન્જી જમ્પિંગ સેન્ટરમાંથી ૧૧૭ મીટરની ઊંચાઈ પરથી કૂદકો માર્યો હતો. આવો વિરાટ કૂદકો મારતાં અને માણતાં આ બ્રિટિશ વૃદ્ધાના વિડિયોએ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી છે અને લોકોએ આ કૂદકાને ‘લીપ ઑફ કરેજ’ એટલે કે સાહસનો કૂદકો ગણાવીને ઓલિના બાયકોને બિરદાવ્યાં હતાં.