બ્રેથલેસ ગીત ૨૧ ગાયકોના અવાજમાં, માત્ર પંચાવન સેકન્ડમાં

28 July, 2025 03:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્સ્ટાગ્રામ પર એક યુવાન શંકર મહાદેવનનું પ્રસિદ્ધ ગીત મૂકીને છવાઈ ગયો

શિવાંગ ઉપાધ્યાય નામના એક યુવાને ઇન્સ્ટાગ્રામ પર આ ગીત પંચાવન સેકન્ડમાં ગાઈને રેકૉર્ડ કરીને પોસ્ટ કર્યું

શંકર મહાદેવનનું ટ્રેડમાર્ક સૉન્ગ ‘બ્રેથલેસ’ સંગીતપ્રેમીઓના એવરગ્રીન પ્લેલિસ્ટમાં હંમેશાં વાગતું રહે છે. હમણાં શિવાંગ ઉપાધ્યાય નામના એક યુવાને ઇન્સ્ટાગ્રામ પર આ ગીત પંચાવન સેકન્ડમાં ગાઈને રેકૉર્ડ કરીને પોસ્ટ કર્યું અને એ પણ ૨૧ જુદા-જુદા ગાયકોના અવાજમાં. શિવાંગની આ પોસ્ટ ગણતરીના કલાકોમાં વાઇરલ થઈ ગઈ અને સેલિબ્રિટીઝ તરફથી એના પર રીઍક્શન્સ પણ આવવાં લાગ્યાં. શિવાંગે આ પ્રયોગમાં શંકર મહાદેવન, જાવેદ અલી, કે.કે., કૈલાશ ખેર, એ. આર. રહમાન, સોનુ નિગમ અને જગજિત સિંહ સહિત અનેક લેજન્ડ સિંગર્સના અવાજમાં ગીતની પંક્તિઓ ગાઈ છે. જોકે શિવાંગની આ પોસ્ટ જોઈને ઘણાએ એવી કમેન્ટ કરી છે કે ‘આ માણસથી થઈ જ ન શકે, તેણે AIનો ઉપયોગ કર્યો.’ શિવાંગે વિડિયોમાં ૨૦ સિંગર્સના ફોટો તેમના અવાજ વખતે દેખાડ્યા છે, પણ એક અવાજ કોનો છે એ શોધવાનું કામ વ્યુઅર્સ પર છોડ્યું છે.

shankar mahadevan instagram social media viral videos mumbai offbeat news indian music ai artificial intelligence