21 July, 2025 01:54 PM IST | Haryana | Gujarati Mid-day Correspondent
ગુડગાંવનો ટ્રાફિક
હરિયાણાના ફાઇનૅન્શિયલ હબ ગુડગાંવના સેક્ટર ૨૪માં સાઇબર હબ નજીક લેવામાં આવેલા ટ્રાફિક જૅમના એક વિડિયોને સોશ્યલ મીડિયામાં લાખો લોકોએ જોયો છે. લોકોએ આ ટ્રાફિક જૅમની તુલના બૅન્ગલોર સાથે કરી હતી. ટ્રાફિક જૅમવાળા રસ્તા પર વાહનો ધીમે-ધીમે આગળ વધી રહ્યાં છે. આ ફુટેજ ભીડના સમયે ભારે ટ્રાફિકમાં ફસાયેલા મુસાફરોની રોજની યાતના દર્શાવે છે. આ વિડિયો શૅર કરનારા @nomadic_ankit_ નામના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર બૅકગ્રાઉન્ડમાં બૉલીવુડના લોકપ્રિય ગીતની એક પંક્તિ ‘અબ તો આદત સી હૈ મુઝકો ઐસે જીને કી’ વાગી રહી છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે અબ ફરક નહીં પડતા.